US : ઉત્તર કોરિયાને સિગરેટ વેચતા US લાલઘુમ, કંપનીને ફટકાર્યો 52,0000 કરોડનો દંડ

અહેવાલો અનુસાર, 2007 થી 2017 ની વચ્ચે, BATએ અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી પેટાકંપનીઓ દ્વારા ઉત્તર કોરિયાને લગભગ 35,000 કરોડ રૂપિયાના તમાકુ ઉત્પાદનો વેચ્યા હતા.

Continues below advertisement

America North Korea News: અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે દુશ્મનાવટના અહેવાલો અવાર નવાર સામે આવતા રહે છે. આ બંને દેશો એકબીજાને સહેજ પણ પસંદ નથી કરતાં. તેમના મિત્ર દેશો પણ તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ કરે તો પણ બંનેને માઠું લાગી જાય છે. હવે અમેરિકાએ તેના મિત્ર બ્રિટનની એક કંપનીને જ કમ્મરતોડ દંડ ફટકારી વ્યાપાર જગતમાં સનસનાટી મચાવી દીધી છે. બ્રિટનની આ કંપનીએ ઉત્તર કોરિયાને સિગારેટ વેચી હતી.

Continues below advertisement

અમેરિકાએ આ કાર્યવાહી ત્યારે કરી છે જ્યારે BATની સહાયક કંપનીએ સ્વીકાર્યું છે કે સરમુખત્યાર કિમે દેશને સિગારેટ વેચી હતી. ખુલાસો અનુસાર, તેની ડીલ 2007 થી 2017 વચ્ચે થઈ હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અહેવાલ આપ્યો છે કે BAT એ ઉત્તર કોરિયાની સંસ્થાઓને સિગારેટ વેચવા માટે ઘણા નાણાકીય કૌભાંડો પણ કર્યા હતા. અમેરિકાએ વિશ્વની સૌથી મોટી તમાકુ કંપનીઓમાંની એક બ્રિટિશ-અમેરિકન ટોબેકો કંપની (BAT) પર અધધધ રૂ. 52,000 કરોડનો દંડ ફટકાર્યો છે. 

ચીની સહાયક પર પણ લગાવાયો ફોજદારી આરોપ 

અહેવાલો અનુસાર, 2007 થી 2017 ની વચ્ચે, BATએ અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી પેટાકંપનીઓ દ્વારા ઉત્તર કોરિયાને લગભગ 35,000 કરોડ રૂપિયાના તમાકુ ઉત્પાદનો વેચ્યા હતા. અમેરિકાએ માત્ર સિગારેટ અને તમાકુ ઉત્પાદનો વેચવાના આરોપમાં 52 હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે મોટી વાત એ છે કે, વેચાણમાં સામેલ ઉત્તર કોરિયાના બેંકર સિમ હ્યોન-સોપ, ચીની સહાયક કિન ગુઓમિંગ અને હેન લિનલિન સામે પણ ફોજદારી આરોપો લગાવવામાં આવ્યા છે. જો કે ત્રણેય આરોપીઓ ફરાર છે.

સરમુખત્યાર કિમ જોંગ કરે છે જોરદાર ધૂમ્રપાન

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગને તે સિગારેટ પીવાનો ભારે શોખ છે. વર્ષ 2019માં ટ્રમ્પ સાથે સમિટ માટે વિયેતનામ જતી વખતે કિમ જોંગ ટ્રેનમાં ધૂમ્રપાન કરતા જોવા મળ્યા હતા. તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

અમેરિકાએ પ્રતિબંધ લગાવવા કહેલું

ગયા વર્ષે મે મહિનામાં અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને ઉત્તર કોરિયામાં તમાકુની નિકાસ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું. જોકે કોરિયાના સહયોગી ચીન અને રશિયાએ તેને વીટો કરી દીધો હતો. એવું કહેવાય છે કે, ઉત્તર કોરિયાની સરકાર તમાકુના બિઝનેસમાંથી ઘણી કમાણી કરે છે.

Continues below advertisement
Sponsored Links by Taboola