વોશિંગ્ટનઃ યુકે, બેહરીન, કેનેડા બાદ અમેરિકાએ પણ ફોઇઝરની કોવિડ-19 વેક્સિનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને Pfizer અને BioNTech દ્વારા વિકસિત કોરોના વાયરસ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી દીધી છે. જે કોવિડ-19 રોકવા અમેરિકામાં આવનારી પ્રથમ વેક્સિન છે. એફડીએના અધિકારી ડો. સ્ટીફન હૈને શુક્રવારે રાતે એક નિવેદનમાં આ પુષ્ટિ કરી હતી.

ફાઇઝરે તેના જર્મન પાર્ટનર બાયોએનટેક સાથે મળી COVID-19 mRNA વેક્સિન વિકસિત કરી છે. જે 2020માં 50 મિલિયનથી વધારે ડોઝ અને 2021ના અંત સુધીમાં 1.3 બિલિયન ડોઝનું ઉત્પાદન કરશે.

અમેરિકામાં વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે એફડીએનના પ્રમુખને ધમકી આપી હતી કે જો ફાઇઝરની વેક્સિનને માન્યતા નહીં આપવામાં આવે તો તેઓ રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું હતું કે, જો એજનસી દેશને પ્રથમ કોરોના વાયરસની દવા અંગે શુક્રવાર સાંજ સુધીમાં નહીં જણાવે તો રાજીનામું ધરી દઈશ.



યુકેમાં ફાઈઝર બાયોએનટેકની રસી લીધા બાદ બે લોકોના મોત થયાં હતા. જ્યારે ચાર લોકોને પેરાલિસિસની અસર થઈ હતી. ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોરલાએ આ રસી ચેપના સંક્રમણને રોકવામાં મદદ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોના લિસ્ટમાં અમેરિકા ટોચ પર છે. સૌથી વધારે ઝડપથી મામલા અમેરિકામાં વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બે લાખ 41 હજારથી વધારે નવા કેસ અને 2,989 લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા 16,290,231 પર પહોંચી છે. જ્યારે કુલ 3,02,727 લોકોના મોત થયા છે.

વર્લ્ડોમીટર મુજબ વિશ્વમાં અત્યાર સુધીમાં 7 કરોડ 14 લાખ 14 હજાર મામલા સામે આવી ચુક્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં  16 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે.  જ્યારે 4 કરોડ 95 લાખ લોકો ઠીક થઈ ગયા છે. 2 કરોડ 2 લાખ 15 હજાર લોકોની વિવિધ હોસ્પિટલ્સમાં સારવાર ચાલી રહી છે.

કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રનો કયો જાણીતો ડેમ થયો ઓવરફ્લો ? જાણો વિગત

 Farmers Protest: ખેડૂતો આજથી દેશભરમાં હાઇવે કરશે જામ, ટોલ ફ્રી થશે ટોલનાકા

રાજ્યમાં સતત ત્રીજા દિવસે માવઠું, નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું