34 વર્ષીય હસીનાની અનોખી ઓફર, બોલી- 'મારે પરણવું છે, કોઇ છોકરો શોધી લાવે તો 5 લાખનું ઇનામ આપીશ'

ઇવ ટિલી-કૉલ્સને પોતાના ટિકટોક પર એક વીડિયો પૉસ્ટ કર્યો હતો કે, "તો પ્રસ્તાવ એ છે કે જો તમે મને મારા પતિ સાથે પરિચય કરાવો અને હું તેની સાથે લગ્ન કરીશ,

Continues below advertisement

Viral News: માણસ એક એવો જીવ છે જેને જીવવા માટે એક જીવનસાથીની જરૂર પડે છે, શરૂઆતમાં ઘણી વાર એવું લાગે છે કે જો આપણે એકલા રહીશું તો આપણે આપણી સ્વતંત્રતા મુજબ જીવન જીવી શકીશું, પરંતુ એક ઉંમર પછી દરેક વ્યક્તિને જીવનસાથીની જરૂર પડે જ છે. જે તેને સમજે અને તેનું મનોબળ તૂટતું હોય ત્યારે તેની સાથે ઉભું રહે. હવે અમેરિકાની એક મહિલા વકીલ પણ કંઈક આવી જ લાગણી અનુભવી રહી છે. આ જ કારણ છે કે તેને જાહેરાત કરી છે કે જે કોઈ તેના માટે યોગ્ય છોકરો શોધી કાઢશે તેને તે 4 લાખ રૂપિયાથી વધુનું ઈનામ આપશે.

Continues below advertisement

કોણ છે આ મહિલા, ને ક્યાની છે ?
ન્યૂયોર્ક પૉસ્ટ અનુસાર, અમેરિકાના લૉસ એન્જલસમાં રહેતી 35 વર્ષીય ઈવ ટિલી-કુલસને પોતાના ટિકટોક પર એક વીડિયો પૉસ્ટ કર્યો છે જેમાં તેને લખ્યું છે કે તેને લગ્ન માટે એક છોકરાની જરૂર છે અને જે પણ તેને તે છોકરા સાથે પરિચય કરાવશે તે તેને પાંચ હજાર ડૉલર લગભગ ચાર લાખ દસ હજાર રૂપિયા ઇનામમાં આપશે. 

ખરેખરમાં, ઇવ ટિલી-કૉલ્સને પોતાના ટિકટોક પર એક વીડિયો પૉસ્ટ કર્યો હતો કે, "તો પ્રસ્તાવ એ છે કે જો તમે મને મારા પતિ સાથે પરિચય કરાવો અને હું તેની સાથે લગ્ન કરીશ, તો હું તમને 5,000 ડૉલર આપીશ." ઈવ કહે છે કે તે લગભગ પાંચ વર્ષથી સિંગલ છે અને ડેટિંગ જેવી બાબતોથી કંટાળી ગઈ છે. તે હવે લગ્ન માટે છોકરો શોધી રહી છે. તે કહે છે કે તેને ડેટિંગ એપ્સની ઘણી મદદ લીધી પરંતુ તેમાં સફળતા મળી નહીં.

ઇવ કેવા પ્રકારની વ્યક્તિની શોધમાં છે ?
ઈવે પોતાના વીડિયોમાં જણાવ્યું છે કે તેને કેવો છોકરો જોઈએ છે. તેને પોતાના વીડિયોમાં કહ્યું છે કે તેને 27 થી 40 વર્ષનો, 5 ફૂટ 11 ઈંચ કે તેનાથી થોડો લાંબો છોકરો જોઈએ છે, જે બ્રિટિશ સ્ટાઈલની મજાક કરતો હોય, સાથે જ તે પ્રાણી પ્રેમી હોવો જોઈએ અને રમતગમતમાં સારો હોવો જોઈએ. તેને કહ્યું કે છોકરો કોઈપણ ધર્મ, જાતિ, સમુદાય, દેશનો હશે તો પણ ચાલશે.

 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

Continues below advertisement
Sponsored Links by Taboola