Russian Soldier Freeze Sperm: હાલના સમયમાં દુનિયામાં એક ભયંકર યુદ્ધ લડાઇ રહ્યું છે, તે છે રશિયા અને યૂક્રેન વચ્ચેનુ યુદ્ધ. આ યુદ્ધને લઇને દરરોજ નવા નવા સમાચારો સામે આવે છે, પરંતુ હવે આ બધાની વચ્ચે એક ચોંકાવનારી ખબર સામે આવી છે, અને તે છે રશિયન સરકાર વિશેની. 


રશિયાની સરકારી ન્યૂઝ એન્જન્સી ટાસાના હવાલાથી એ ખબર આવી છે કે, જે સૈનિકો યૂક્રેનમાં યુદ્ધ લડી રહ્યાં છે, તે પોતાના સ્પર્મને ક્રયૉબેન્કમાં જમા કરાવી શકે છે. રશિયન સરકારે સૈનિકોને સ્પર્મને ફ્રિઝ કરવા પર પોતાના પૈસા ખર્ચ કરવાની પેશકશ કરી છે.  


રશિયન સરકારી ન્યૂઝ એજન્સી ટાસાએ કહ્યું કે, રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પર્મને જમા ક રાવા માટે અપીલ કરી છે, અને બજેટ બનાવવા માટે કહ્યું છે. વ્લાદિમિર પુતિને ફ્રી સીમન ફ્રિઝિંગ પ્રોત્સાહન કરવા પાછળ વધુ રશિયન પુરુષોને વિના કોઇપણ જાતના ડરે યૂક્રેનના પોતાના અવૈધ આક્રમણમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવાનુ છે. 


IVF કરાવવાં પૈસા પણ ચૂકવશે - 
ધ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, ક્રેમલિને કહ્યું કે, સૈનિકોની પત્નીઓ માટે IVF કરાવવા માટે પૈસાની ચૂકવણી સરકાર કરશે, જો તેનો પતિ યુદ્ધમાં લડતા લડતા રશિયન રાષ્ટ્રપતિ માટે મરી જાય છે, તો આ કામ આવી શકે છે. રશિયના વકીલોના સંઘે પ્રમુખ ઇગૉર ટુનોવે બુધવારે (28 ડિસેમ્બર) કહ્યું કે, સરકરાે સૈનિકો માટે આનુવંશિક સામગ્રીનું એક મફત ક્રાયૉબેન્ક બનાવવાના તેમના પ્રસ્તાવને સમર્થન આપ્યુ હતુ. ટુનૉવને દાવો કર્યો કે કેટલાય રશિયન પરિવારોએ તેમનો સંપર્ક કર્યો હતો, જે પુરુષોના સ્પર્મને ફ્રિજ કરવા માંગતા હતા.


Ukraine Russia War: એક પછી એક સતત વિસ્ફોટોથી યુક્રેન હચમચી ગયું, રશિયાએ 100થી વધુ મિસાઈલો છોડી - 
Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારના જણાવ્યા અનુસાર, આજે (29 ડિસેમ્બર) ફરી એકવાર રશિયાએ યુક્રેન પર 100 થી વધુ મિસાઈલો છોડી છે. આ દરમિયાન યુક્રેનમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા. રાજધાની કિવ સહિત અનેક શહેરોમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો.


રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર ઓલેકસી એરેસ્ટોવિચે ફેસબુક પર પોસ્ટ કર્યું કે રશિયા દ્વારા યુક્રેનના ઘણા વિસ્તારોમાં મોટા પાયે હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. એક પછી એક મિસાઈલ સતત છોડવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિવ, ઝાયટોમીર અને ઓડેસામાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.