પીએમ મોદી અમેરિકા પ્રવાસ માટે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવાના હતા. મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકા પ્રવાસ પર રહેશે. તેઓ 21 સપ્ટેમ્બરે ભારતથી અમેરિકા માટે ઉડાન ભરવાના છે. ચાલુ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ એરસ્પેસ ખોલવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાનના આ પગલાને લઈ ભારતે નારાજગી વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમે પાકિસ્તાન સરકાર તરફથી વીવીઆઈપી વિશેષ ઉડાન માટે ઓવરફ્લાઇટ ક્લીયરન્સના ન આપવા બદલ નારાજગી વ્યક્ત કરીએ છીએ.
INDvSA: ડી કોકે ફિફ્ટી ફટકારતાં જ બનાવી દીધો મોટો રેકોર્ડ, જાણો વિગત
અમરેલીઃ જાફરાબાદમાં સતત ત્રીજા દિવસે પડ્યો વરસાદ, રાજુલામાં પણ મેઘમહેર