વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફાઈઝર બાયોટેક વેક્સીનને ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. કોરોનાની મહામારી ફેલાયા બાદ કોઈ વેક્સીનને WHOએ પ્રથમવાર માન્યતા આપી છે.


WHOના આ નિર્ણયથી અન્ય દેશો માટે વેક્સીનના રસ્તા ખુલી ગયા છે અને ટુંક સમયમાં તેની આયાત અને વિતરણની પણ મંજૂરી આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે બ્રિટને સૌથી પહેલા આઠ ડિસેમ્બરે આ વેક્સીનના ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. બાદમાં અમેરિકા, કેનેડા અને યુરોપિયન યુનિયનના દેશોએ પણ વેક્સીનના ઉપયોગની મંજૂરી આપી હતી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ફાઈઝર-બાયોટેક રસી પ્રથમ એવી રસી છે, જેને કોરોના મહામારી આવ્યા બાદ સંગઠન તરફથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. WHOના વરિષ્ઠ અધિકારી મૈરિએંગેલા સિમાઓએ ક હ્યું કે, “કોરોના રસીની વૈશ્વિક પહોંચ સુનિશ્ચિત કરવાની દિશામાં આ એક સકારાત્મક પગલું છે.”

WHOએ પોતાના અને વિશ્વભરના એક્સપર્ટ્સ દ્વારા ફાઈઝર રસીની સુરક્ષાત, પ્રભાવકારિતા અને ગુણવત્તાના ડેટાની સમીક્ષા કરી અને તેના ફાયદા અને જોખમનું મૂલ્યાંકન કર્યું. તેમણે કહ્યું, “સમીક્ષામાં જાણવા મળઅયું કે, રસી WHO દ્વારા નક્કી કરવામાં આવેલ સુરક્ષા અને પ્રભાવકારિતાના માપદંડો પર ખરી ઉતરે છે.”