કમલા હેરિસ મેગેઝિન ‘વોગ’ના ફેબ્રુઆરીના અંકના કવર પર દેખાશે, પરંતુ જો કે મેગેઝિન પબ્લિશ થાય તે પહેલા તેની ડ્રેસિંગ સેન્સ અને ફોટાગ્રાફી સહિતના મુદ્દે અનેક સવાલ ઉભા થયા અને સોશિયલ મીડિયા પર આ મુદ્દો ટ્રોલ થયો છે.


મેગેઝિન વોગ દ્વારા યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની બે તસવીર પ્રકાશિત કરવામાં આવી. જેમાં એક તસવીરમાં    કમલા હેરિસ, તેના ટ્રેડમાર્ક કન્વર્ઝ સ્નીકર્સ પહેરીને, ગુલાબી અને લીલી ડ્રેપની આગળ  પોઝ આપે છે  તો બીજા ફોટોમાં તે  વાદળી શૂટમાં ગોલ્ડન ડ્રેપ આગળ  પોઝ આપી રહી છે.


યુઝર્સે ઉઠાવ્યા સવાલ

આ ફોટો ટ્વીટ થતાં એક મહિલા યુઝર્સે "વ્હાઇટવોશિંગ" કરવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં કેટલાક યુઝર્સે સૂચન કરતા જણાવ્યું છે કે, બ્લેક ડ્રેપ રાખવો જોઇતો હતો. ફોટાગ્રાફી મુદ્દે પણ યુઝર્સે સવાલ ઉભા કર્યો છે. ફોટોગ્રાફી યોગ્ય રીતે ન થઇ હોવાની ટીપ્પણી પણ યુઝર્સ દ્રારા થઇ રહી છે. લાઇટિંગ મુદ્દે પણ સવાલ ઉભા કર્યાં છે. કમલા હેરિસના સ્કિન ટોનને લઇને કટાક્ષ થઇ રહ્યો છે.


એક યુઝર્સે  લખ્યું કે, ‘હું મારા સેમસંગ ફોનના કેમેરાથી આના કરતા સારો ફ્રીમાં ખેંચી આપત’. એલજીબીટીકયૂના કાર્યકર્તા ચાર્લોટે લખ્યું કે, 'આ તસવીર મેગેઝિન વોગના ધારાધોરણથી ઘણી દૂર છે. આ ફોટોગ્રાફ જોઇ એવી લાગે છે કે, હોમવર્ક થઇ રહ્યુ છે. જે સવારે પૂર્ણ થશે'. એક અન્ય યુઝર્સે લખ્યું કે પિન્ક કલરનો ઉપયોગ સામાન્ય રીતે મેગેઝિનમાં અંદર થતો હોય પરંતુ અહીં તો બહાર કરાયો છે. જો કે આ તમામ વિવાદ મુદ્દે હેરસની ટીમ કોઇ પ્રતિક્રિયા નથી આપી.