ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV) માર્કેટમાં એલોન મસ્કની એન્ટ્રી હંમેશા ચર્ચાનો વિષય રહી છે. મસ્કની કંપની ટેસ્લાએ ઘણી વખત ભારતમાં તેની કારનું વેચાણ શરૂ કરવાની યોજના બનાવી હતી, પરંતુ કેટલાક કારણોસર આ કામ ક્યારેય પૂર્ણ ન થઈ શક્યું. હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની નિર્ણાયક જીત બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું ટેસ્લાને ભારતમાં પ્રવેશવામાં મદદ મળી શકશે?
પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ઘણા દેશો સાથેની વેપાર નીતિઓમાં ફેરફાર કર્યા હતા, જેનાથી અમેરિકન કંપનીઓને ફાયદો થયો હતો. હવે જો ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવે છે, તો ટેસ્લાને ભારતમાં મજબૂત બિઝનેસ પાર્ટનરશિપ અને ઓછી ટેરિફની મદદ મળી શકે છે. ઉપરાંત, ભારત સરકારની નીતિઓમાં કેટલાક ફેરફારોની અપેક્ષા રાખી શકાય છે. તેનું કારણ ભારત અને ટ્રમ્પના નેતૃત્વવાળી અમેરિકન સરકાર વચ્ચેના સારા સંબંધો છે
ટ્રમ્પ જીત્યા, મસ્કના શેર પણ ઉછળ્યા!
યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે, તેમના નજીકના સહયોગી અને પ્રશંસક એલોન મસ્કની કંપનીઓના શેરો પણ આકાશને આંબી જવા લાગ્યા છે. એલોન મસ્કે રાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પના ચૂંટણી અભિયાનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. બદલામાં, ટ્રમ્પે મસ્કની જીત બાદ તેમના ભાષણમાં તેમના વખાણ કર્યા હતા અને તેમને 'જીનિયસ' કહ્યા હતા. ટ્રમ્પે કહ્યું, "એક નવો સ્ટાર ઉભો થયો છે, એલોન મસ્ક ખરેખર એક અદ્ભુત વ્યક્તિ છે. તે એક પ્રભાવશાળી વ્યક્તિ છે, તે સુપર જિનિયસ છે."
ટ્રમ્પના આ વખાણ પછી મસ્કની કંપનીઓના રોકાણકારોમાં ઉત્સાહ વધુ વધ્યો. એફએપીના રિપોર્ટ અનુસાર, ટેસ્લા, સ્પેસએક્સ અને ન્યુરાલિંક જેવી મસ્કની કંપનીઓના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ખાસ સંબંધ હોવાને કારણે હવે એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પના કાર્યકાળમાં મસ્કની કંપનીઓને ખાસ લાભ મળવાનો છે.
ટ્રમ્પ વહીવટમાં મસ્કની મોટી ભૂમિકા?
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ એલોન મસ્ક પહેલેથી જ દાવો કરી ચૂક્યા છે કે,તેઓ યુએસ ફેડરલ બજેટમાં લગભગ $2 ટ્રિલિયનનો ઘટાડો કરી શકે છે. ટ્રમ્પે જો ફરીથી ચૂંટાયા તો મસ્કને 'ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી'ની જવાબદારી સોંપવાની વાત પણ કરી હતી.આ વિભાગ સરકારી ખર્ચ ઘટાડવાના રસ્તાઓ શોધી કાઢશે. ખાસ વાત એ છે કે, આ વિભાગનું નામ 'DOGE' છે, જે ક્રિપ્ટોકરન્સીના નામ પર છે જેને મસ્ક સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રમોટ કરે છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ડેટા દર્શાવે છે કે, મસ્ક 2024 માં ટ્રમ્પ અને અન્ય રિપબ્લિકન નેતાઓને જીતવામાં મદદ કરવા માટે ઓછામાં ઓછા $ 132 મિલિયન ખર્ચ્યા છે, જેનાથી પાર્ટીમાં તેમનો ઉચ્ચ દરજ્જો સ્થાપિત થયો છે. મસ્કની આ ભૂમિકા બાદ રિપબ્લિકન પાર્ટીમાં તેમની સ્થિતિ વધુ મજબૂત બની છે. સરકારી ખર્ચમાં ઘટાડો કરવાની તેમની યોજના વિશે રોકાણકારો અને સમર્થકોમાં ઉત્સુકતા વધી રહી છે.
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો માટેની નીતિ શું છે?
15 માર્ચ, 2024 ના રોજ, ભારતે તેની નવી ઇલેક્ટ્રિક વાહન નીતિની જાહેરાત કરી અને તેની સાથે એવું લાગતું હતું કે ટેસ્લાના પ્રવેશ માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે. આ નીતિ હેઠળ, જે કંપનીઓ તેમના EV પ્રોજેક્ટ્સમાં $500 મિલિયનનું રોકાણ કરે છે તેમને પાંચ વર્ષ માટે માત્ર 15% ડ્યુટી પર દર વર્ષે 8,000 કાર (ઓછામાં ઓછી $35,000 કિંમતની) આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ જાહેરાત બાદ તમામની નજર ટેસ્લા પર ટકેલી હતી. જોકે, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એમજી મોટર ઈન્ડિયા અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનોની રેસમાં પહેલેથી જ સામેલ થઈ ગઈ હતી. ટાટા મોટર્સ આ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે અને તેની Nexon EV હવે જાણીતું નામ બની ગયું છે.
તો પછી ટેસ્લાએ ભારતમાં શા માટે પ્રવેશ કર્યો નથી?
ટ્રમ્પની જીત પછી, ટેસ્લાના CEO એલોન મસ્ક ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માર્કેટમાં પ્રવેશવાના તેમના પ્રયાસો ફરી શરૂ કરી શકે છે. ઈલોન મસ્ક માર્ચ 2024માં ભારત આવવાના હતા અને ટેસ્લા માટે મોટા રોકાણની જાહેરાત કરવાના હતા. એવી અટકળો હતી કે ગુજરાત તેમના પ્રોજેક્ટ માટે પસંદગીનું સ્થાન હશે. આ સિવાય મસ્કે દિલ્હીમાં અનેક સ્પેસ સ્ટાર્ટઅપ્સના અધિકારીઓને મળવાની પણ યોજના બનાવી હતી. પરંતુ છેલ્લી ક્ષણે તેણે 'ટેસ્લાની ભારે જવાબદારી'ને ટાંકીને તેની સફર રદ કરી. ત્યારથી આજ સુધી આ યાત્રા થઈ નથી.
મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ કારણોસર, ખાસ કરીને ટ્રમ્પની જીત પછી, ભારતીય બજારમાં ટેસ્લાના સંભવિત પ્રવેશ અંગે હજુ પણ અપેક્ષાઓ વધુ છે.
જો કે ભારતમાં ટેસ્લા પ્રોજેક્ટ પર હજુ પણ કોઈ સત્તાવાર નિવેદન નથી, તે હજુ પણ એક મોટો પ્રશ્ન છે કે શું નવી EV નીતિ ટેસ્લા માટે ભારતમાં પ્રવેશવાનું વધુ શક્ય બનાવશે. મર્યાદિત સમયગાળા માટે ઓછી ડ્યુટી પર કારની આયાત કરવી એ ખરીદદારો માટે સારો પ્રસ્તાવ હોઈ શકે છે, પરંતુ વ્યવસાયના પરિપ્રેક્ષ્યમાં સૌથી મોટો પડકાર એ છે કે રોકાણને યોગ્ય ઠેરવતા માંગનું સ્તર ઊભું કરવું. જો વાહનો મોટી માત્રામાં વેચવામાં ન આવે તો ભારતમાં આવવું નકામું છે અને બજારમાં સતત વૃદ્ધિ હાંસલ કરવી પણ મુશ્કેલ છે.
સસ્તી કાર? ભારતમાં ટેસ્લા માટે અવરોધો
ટેસ્લાએ એક સસ્તી કાર વિશે વાત કરી છે જેની કિંમત લગભગ $25,000 (લગભગ 21.25 લાખ રૂપિયા) હોવાની આશા છે. પરંતુ ભારત જેવા દેશમાં, જ્યાં તેની મોટી વસ્તી છે, આ કિંમત હજુ પણ ઘણી ઊંચી છે. ભારતમાં મોંઘી કાર ખરીદનારા બહુ ઓછા લોકો છે અને આ ટેસ્લા માટે મોટો પડકાર બની શકે છે.
ટેસ્લા ભારતમાં બનેલી કારની નિકાસ કરવાની પણ યોજના ધરાવે છે, પરંતુ આ માટે જરૂરી મુક્ત વેપાર કરારોનો અભાવ છે. માત્ર કેટલાક યુરોપિયન દેશો સાથે આવા કરાર છે અને એવી અપેક્ષા છે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં બ્રિટન પણ તેમાં જોડાઈ જશે.
વધુમાં, એવો અંદાજ છે કે, 2030 સુધીમાં કુલ પેસેન્જર કાર માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 15-20% હશે. આ દાયકાના અંત સુધીમાં ભારતનું કુલ ઓટોમોબાઈલ ઉત્પાદન વાર્ષિક છ મિલિયન યુનિટ થશે એમ ધારીએ તો, ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો લગભગ 10 લાખ યુનિટ અથવા દર મહિને 75,000 કરતાં થોડો વધુ હશે.
ભારત અને ચીન વચ્ચે વધતો તણાવઃ ટેસ્લા માટે આ એક તક છે!
ચીન વિશ્વનો સૌથી મોટો ઓટોમોબાઈલ અને ઈવી (ઈલેક્ટ્રિક વ્હીકલ) ઉત્પાદક દેશ છે, પરંતુ ભારત અને ચીન વચ્ચેના સંબંધો છેલ્લા ત્રણ વર્ષથી તં ગ છે. જો કે હવે પરિસ્થિતિ થોડી સુધરી છે. ગ્રેટ વોલ મોટર્સ, BYD જેવી ચીની EV કંપનીઓને ભારતમાં રોકાણ કરવાની પરવાનગી મળી નથી.
બીજી તરફ ટ્રમ્પની જીત બાદ ચીનના અમેરિકા સાથે સારા સંબંધોની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં એલોન મસ્ક માટે ચિંતા કરવા જેવું કંઈ નથી. હવે સવાલ એ છે કે, એલોન મસ્ક ક્યારે ભારતની મુલાકાત લેશે અને તેઓ ભારતીય બજારમાં ટેસ્લાની એન્ટ્રીની જાહેરાત ક્યારે કરશે.
Car loan Information:
Calculate Car Loan EMI