નવી દિલ્હીઃ ઓફિસમાંથી બ્રેક મેળવવા લોકો શું કરે છે? ક્યારેક તેઓ બીમારીનું બહાનું બનાવે છે તો કેટલીકવાર રજા મેળવવા માટે તે તેના કોઈપણ સંબંધીનું મોત થયાનું જણાવી રજા મેળવી લે છે. 43 વર્ષની એક મહિલાએ નકલી પેટ બનાવી ગર્ભવતી હોવાનું નાટક રચ્યું અને ઓફિસમાંથી રજા લીધી હતી. પરંતુ તેનું આ ડ્રામા વધુ સમય સુધી ટકી શક્યો નહી અને તે પકડાઇ ગઇ હતી.


એક રિપોર્ટ અનુસાર, 43 વર્ષીય રોબિન ફોલ્સમને લાગતું હતું કે તેનું બહાનું કામ કરશે પરંતુ કમનસીબે એક સહકર્મચારીએ ફોલ્સમનો બેબી બમ્પ તેના શરીરથી થોડે દૂર પડતા જોયો હતો અને ફોલ્સમનું જૂઠ્ઠાણું પકડાઇ ગયું હતું. તપાસમાં ખુલાસો થયો કે પોતે ગર્ભવતી હોવાની વાતને સાબિત કરવા માટે ફોલ્સમે નકલી પેટ પહેંર્યું હતું.


જ્યારે આ વાતનો ખુલાસો થયો ત્યારે ફોલ્સમે પોતાની વાતને સાબિત કરવા માટે પોતાના સહકર્મચારીઓને બાળકની તસવીરો મોકલી હતી પરંતુ સહકર્મચારીઓને મોકલવામાં આવેલી બાળકની તસવીરો પણ અલગ અલગ હતી. જેના કારણે આ મામલે ફોલ્સમ પરની શંકા વધુ ઘેરી બની હતી. ફોલ્સમે કંપનીમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ 2021માં ફરીથી ગર્ભવતી થતાં પહેલાં તેણે જુલાઈ 2020 માં એક વાર બાળકને જન્મ આપ્યો હતો પરંતુ તપાસકર્તાઓને બાળકના જન્મનો કોઈ રેકોર્ડ મળ્યો નહોતો.


ફોલ્સમને રાજીનામું આપવું પડ્યું


ફોલ્સમે કેસનો પર્દાફાશ થયા બાદ જ્યોર્જિયા વોકેશનલ રિહેબિલિટેશન એજન્સીમાં વિદેશી બાબતોના ડિરેક્ટર તરીકેના તેના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પદ પર રહીને ફોલ્સમ વાર્ષિક 75 લાખ રૂપિયા પગાર મેળવતી હતી.


દરરોજ 100 રૂપિયાથી પણ ઓછા રૂપિયા બચાવીને બાળકોનું ભવિષ્ય કરો સુરક્ષિત, LICની આ સ્કીમમાં કરો રોકાણ


જેને આપણે અનહેલ્ધી ગણીને અવોઇડ કરીએ છીએ, એ પાણી પુરીના પાણીના છે અનેક ફાયદા, જાણો હેલ્થ ફેક્ટ


Kutch Honey Trap : યુવતીના ચક્કરમાં ફસાયેલા યુવકનો તોડ કરી રહેલી નકલી પોલીસનો કેવી રીતે થયો પર્દાફાશ? જાણો મોટો ખુલાસો


ફિલ્મો છોડીને કરિના કપૂર આવી રહી છે આ સીરિયલમાં, જાણો આ કઇ સીરિયલ છે ને કઇ ચેનલ પરથી દેખાશે.......