પ્રેસ કોન્ફરન્સમાં અન્ય એક પત્રકારે કહ્યું કે, કાશ્મીરમાં 50 દિવસથી ઈન્ટરનેટ, ફૂડ બધુ બંધ છે. તેના પર ટ્રમ્પે કહી દીધું કે, આવા પત્રકાર તમે ક્યાંથી લાવો છો. તેના પર ઈમરાન ખાન પણ નીચું જોઈ ગયા.
મુલાકાત દરમિયાન ઈમરાન પડોશી દેશોની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે તેમણે અફઘાનિસ્તાન, ભારત અને ઈરાનનો ઉલ્લેખ કર્યો. તેના પર ટ્રમ્પે કહી દીધું કે, તમારો પડોશી ઘણો મિત્રતાભાવ રાખનારો છે. ટ્રમ્પે પત્રકારોના સવાલોની મજાક પણ ઉડાવતા રહ્યા. એક પત્રકારે કહ્યું કે, અમેરિકામાં આટલા સારા રાષ્ટ્રપતિ પહેલી વખત બન્યા છે, તેના પર ટ્રમ્પ બોલ્યા કે તમે એવું માનો છો, પણ હું તો પાકિસ્તાન પર ઘણો કડક છું. તેમણે કહ્યું કે, કાલે મેં એક સ્ટેટમેન્ટ આપ્યું. 50 હજાર લોકો ત્યાં હતા અને એક શાનદાર પ્રોગ્રામ થયો. તેઓ હાઉડી મોદીનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
એક પત્રકારે કહ્યું કે, કાશ્મીરનું સમાધાન નીકાળવા પર તમને નૉબેલ પુરસ્કાર મળી શકે છે. આના પર ટ્રમ્પે કહ્યું કે, “ઘણી ચીજો છે જેના પર મને નોબેલ પ્રાઇઝ મળી શકે છે.” તેમણે કહ્યું કે, “બરાક ઓબામાને નૉબેલ પ્રાઇઝ મળ્યું તો તેમને પણ નહોતી ખબર કે કેમ મળ્યું.”
ટ્રમ્પે વધુમાં એમ પણ કહ્યું કે, ન્યૂયોર્કમાં ઘણા પાકિસ્તાની રહે છે, જે ઘણા સારા છે. તેમણે કહ્યું કે ,મારા પીએમ મોદી અને પીએમ ઈમરાન ખાન બંને સાથે સારા સંબંધો છે. કાશ્મીર પર તેમણે કહ્યું કે, હંમેશા સમાધાનની જગ્યા હોય છે.