ટોક્યો: જાપાનના વડાપ્રધાન પદ પરથી શિંજો આબેના રાજીનામા બાદ યોશીહિદે સુગાને જાપાનના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અગાઉ દેશના શાસક પક્ષે યોશીહિદે સુગાને પોતાના નવા નેતા તરીકે નિમણૂંક કર્યા હતા. આબેએ ગત મહિનામાં સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. 71 વર્ષના સુગા શિંજો કેબિનેટના મુખ્ય સચિવ હતા. સુગા શિંજો આબેના ખૂબજ નજીકના સહયોગી રહ્યાં છે. એવામાં સંભાવના છે કે, તેઓ પૂર્વ પીએમ આબેની નીતિઓને ચાલું રાખશે.
સુગાએ પીએમ બનતા પહેલા 534માંથી 377 વોટ મેળવ્યા હતા અને કંઝર્વેટિવ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીએલ)ના અધ્યક્ષ પદ પર જીત મેળવી હતી. જ્યારે તેના હરીફ અને પૂર્વ રક્ષામંત્રી શીગેરુ ઈશિબાને 68 અને બીજા હરીફને 89 વોટ મળ્યાા હતા. આજે સંસદમાં વોટિંગ બાદ દેશના આગલા વડાપ્રધાન ચૂંટવામાં આવ્યા હતા. તેઓ સપ્ટેમ્બર 2021ની ચૂંટણી સુધે વડાપ્રધાન તરીકે રહેશે.
જાપાનની સમાચાર એજન્સી અનુસાર, 71 વર્ષના સુગા કિચી મિયાજાવા બાદ આ પદ સંભાળનાર સૌથી મોટી વયના વડાપ્રધાન છે. સુગાએ કહ્યું કે, આબેની નીતિઓને ચાલુ રાખીશું જેમાં આક્રમક મૌદ્રિક સહજતા, રાજકોષીય પ્રોત્સાહન અને સંરચનાત્મક સુધાાના આબેનોમિક્સ સામેલ છે. આ પ્રયત્ન મંદિથી પ્રભાવિત જાપાની અર્થવ્યવસ્થાને પુર્નજીવિત કરવા માટે છે.
યોશીહિદે સુગા ખેડૂત અને અનુભવી રાજનેતાના પુત્ર છે. ટોક્યોમાં સોફિયા વિશ્વવિદ્યાલયમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર ડીન કોઈચી નાકાનો અનુસાર, શિંજો આબે અને અન્ય પાર્ટીના અધ્યક્ષોએ પણ સુગાનું સમર્થન કર્યું હતું. કારણ કે, તેઓ નિરંતરતાને જારી રાખવા માટે સૌથી સારા ઉમેદવાર છે. તેમણે કહ્યું કે, આબે વગર પણ આબે સરકાર ચાલુ રહેશે. જો કે, સુગાને ખૂબજ સક્રિય અને ઉત્સાહી રાજનીતિજ્ઞ માનવામાં નથી આવતા. પરંતુ તેઓ ખૂબજ સક્ષમ અને વ્યવહારિક વ્યક્તિ તરીકે ઓળખાય છે.
પીએમ બન્યા બાદ સુગાએ કહ્યું કે, અમે નાણાકીય ખર્ચ અને બુનિયાદી ઢાંચામાં સુધારો લાવવાના માધ્યમથી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. પરંતુ તે પહેલા આપણે કોરોના વાયરસ જેવી મહામારી સામે લડવાના પગલા લેવા જોઈએ. સુગાએ કોરોના વાયરસનું વ્યાપક ટેસ્ટિંગ કરવા અને 2021 ની શરુઆતમાં જાપાનને વેક્સીન આપવાનું વચન આપ્યું છે. તેમણે ન્યૂનતમ વેતન વધારા, કૃષિ સુધારાને શરુ કરવા અને પર્યટનને પ્રોત્સાહન આપવાનું વચન પણ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શિંજો આબે ગત વર્ષે જાપાનના સૌથી લાંબો સમય સુધી રહેનારા વડાપ્રધાન બન્યા હતા. શિંજો સૌથી પહેલા 2006માં જાપાનના વડાપ્રધાન બન્યા હતા. તેના બાદ 2007માં બીમારીના કારણે રાજીનામું આપી દીધું હતું અને 2012માં ફરી પીએમ બન્યા હતા.
જાણો જાપાનના નવા PM યોશીહિદે સુગા કોણ છે ? શિંજો આબેથી કેટલા અલગ છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2020 03:21 PM (IST)
71 વર્ષના સુગા શિંજો કેબિનેટના મુખ્ય સચિવ હતા. સુગા શિંજો આબેના ખૂબજ નજીકના સહયોગી રહ્યાં છે. એવામાં સંભાવના છે કે, તેઓ પૂર્વ પીએમ આબેની નીતિઓને યથાવત રાખશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -