નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની શુક્રવારે સંયુક્ત રીતે જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું, કોંગ્રેસ અને એનસીપી નેતા ગુરુવારે સવારે 10.00 કલાકે તેમના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠક બાદ અમે બપોરે ફરીથી મળીશું અને તમામ શરતો પૂરી કરીશું.


શુક્રવારે અમે મહારાષ્ટ્રના તમામ નેતાઓ સાથે મુંબઈમાં મુલાકાત કરીશું. શિવસેના અને એનસીપી સાથે અમારી વાતચીત યોગ્ય દિશામાં જઈ રહી છે. શુક્રવારે મુંબઈમાં સંયુક્ત રીતે જાહેરાત કરવામાં આવશે.


એનસીપી નેતા શરદ પવારના ઘર પર થયેલી મીટિંગ બાદ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાને લઇ વાત થઈ છે. રાજ્યને એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. અમારી વચ્ચે સકારાત્મક વાત થઈ છે. રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જરૂર છે.

મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી છે. ત્રણેય મળીને આસાનીથી સરકાર બનાવી શકે છે. રાજ્યમાં બહુમત માટેના 145ના આંકડા સામે ત્રણેય પાર્ટીઓના મળીને 154 ધારાસભ્યો છે. 105 સીટ જીતીને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ માટે આજે ટીમ ઈન્ડિયાની પસંદગી, આ દિગ્ગજ ખેલાડીને મુકવામાં આવી શકે છે પડતો