Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડથી સસ્તા વ્યાજ દરે ખેડૂતેને મળે છે લોન, આ ડોક્યુમેંટ્સની પડે છે જરૂર
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન પરવડે તેવા વ્યાજ દરે સરળતાથી ઉપલબ્ધ છે. આ લોન પર વ્યાજ દર 7 ટકાથી શરૂ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તેમને વ્યાજ દરમાં 3 ટકા સુધીની છૂટ આપવામાં આવે છે. આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડથી લીધેલી લોન પર માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મેળવવા માટે, ખેડૂતની ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 એકર ખેતીની જમીન હોવી જોઈએ. આ ઉપરાંત ખેડૂત ભાઈઓ માટે બેંક ખાતું હોવું પણ જરૂરી છે.
કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે, ખેડૂતે સંબંધિત બેંકની શાખાની મુલાકાત લેવી જરૂરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો કૃષિ કાર્યો માટે જરૂરી ભંડોળ મેળવી શકે છે. ખેડૂતો આ લોનનો ઉપયોગ ખાતર, બિયારણ, કૃષિ મશીનો, પશુપાલન, માછલી ઉછેર વગેરે માટે કરી શકે છે.
આ મહત્વપૂર્ણ દસ્તાવેજોની પડશે જરૂરઃ આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી, રેશન કાર્ડ, ખેતીની જમીન સંબંધિત દસ્તાવેજો, બેંક ખાતાની માહિતી