Pradhan Mantri Fasal Bima Yojanaનો લાભ લઇ પાકને સુરક્ષા કવચ આપે ખેડૂતો
Pradhan Mantri Fasal Bima Yojana: Pradhan Mantri Fasal Bima Yojanaનો લાભ મેળવવા માટે ખેડૂતો સત્તાવાર પોર્ટલ pmfby.gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર ખેડૂતોના આર્થિક પ્રગતિ માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. આ ક્રમમાં સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ખેડૂતોને પાકના નુકસાનની સ્થિતિમાં આર્થિક મદદ મળી શકે છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂત ભાઈઓને પાક માટે વીમા કવચનો લાભ મળે છે.
આ યોજના હેઠળ અણધારી ઘટનાઓને કારણે પાકને નુકસાન થવાના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તેમના પાકનો વીમો PMFBY પોર્ટલ પરથી સમયસર મેળવવો જોઈએ.
આપત્તિઓ અને કાપણી પછીના નુકસાનને કારણે પાકના નુકસાન માટે સમયસર દાવાઓ ફાઇલ કરો.
જો તમે પણ પીએમ પાક વીમા યોજના હેઠળ લાભ મેળવવા માંગો છો, તો તમારે એક નિશ્ચિત પ્રીમિયમ ચૂકવવું પડશે.