હવે આ રાજ્યની સરકારે વરસાદથી પ્રભાવિત થયેલા ખેડૂતો માટે 350 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચોમાસુ સત્રના અંતિમ દિવસે જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના 45 તાલુકાઓમાં થયેલા નુકસાનનું આકલન કર્યા બાદ રાહત પેકેજની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે 18 અને 24 જુલાઈની વચ્ચે, આ નવ જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે લગભગ ચાર લાખ હેક્ટરમાં ઉભા પાકો, બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું.
રાહત પેકેજ હેઠળ, કુલ બિન-પિયત ખરીફ પાકમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન ભોગવનાર ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટર માટે રૂ. 11,000 પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે.
જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂ. 22,000નું વળતર આપવામાં આવશે. વાર્ષિક બાગાયતી પાકો માટે, સરકારે 33 ટકા કે તેથી વધુના નુકસાન પર વધુમાં વધુ બે હેક્ટર માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે.
બાગાયતી પાકો ત્રણ કે તેથી વધુ સિઝનમાં ઉગાડવામાં આવે તો, વળતર રૂ. 22,500 પ્રતિ હેક્ટર હશે.