Hindola: કેનેડામાં અધિક માસમાં હિંડોળાના મનમોહક દર્શન કરવા ભક્તો ઉમટ્યાં, જુઓ તસવીરો
આ અધિક માસ દરમિયાન દરરોજ સુધી જુદા જુદા અવનવા કલાત્મક હિંડાળા શણગારવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાત્ર ગુજરાત, ભારત જ નહીં વિદેશમાં વસતા વૈષ્ણવો પણ હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવાનો આનંદ લે છે.
કેનેડાના એડમોન્ટમાં અધિક માસમાં વૈષ્ણવો બડા મનોરથની ઉજવણી કરી. 12 થી વધુ વૈષ્ણવો તેમના ઠાકોરજીને લઈને આવ્યા હતા અને બધાના દર્શન કર્યા હતા.
ગિરિરાજ મનોરથ, છાક મનોરથ, ગૌચરણ મનોરથ, હિંડોળા મનોરથ, દાન મનોરથ, નાવ મનોરથ, ચિર હરણ મનોરથ, હાટડી મનોરથ, પર્ણ મનોરથ, કાચ બંગલો મનોરથ, રાસ મનોરથના દર્શન કરી વૈષ્ણવો ધન્ય થયા હતા.
પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરાવવા હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે.
અષાઢ વદ બીજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે અને શ્રાવણ વદ-બીજ સુધી હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે અધિક શ્રાવણ માસ હોવાથી ભગવાને બે મહિના સુધી હિંડોળામાં ઝુલાવવામાં આવશે.
ભક્તો શણગારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાનાં પદો ભક્તિભાવપૂર્વક ગાય છે.
અધિક માસ દરમિયાન વૈષ્ણવ હવેલીઓ, બેઠકોમાં વિવિધ હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવે છે અને હિંડોળાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતાની લાગણી અનુભવે છે.
image 9