Hindu Ritual:શું આપ જાણો છો કે, હિન્દુ ઘર્મમાં મહિલા કેમ નથી ફોડતી નારિયેળ, આ છે તેની પાછળનું ખાસ કારણ
Hindu Ritual: હિંદુ ધર્મમાં દરેક પૂજામાં નારિયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પૂજા કે યજ્ઞ નારિયેળ વગર પૂર્ણ થતો નથી. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ નારિયેળ કેમ નથી ફોડતી. જાણો તેની પાછળનું ખાસ કારણ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિન્દુ ધર્મમાં કોઈપણ પૂજામાં નારિયેળ અર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક ધાર્મિક વિધિમાં નારિયેળ હોવું જરૂરી છે. નારિયેળ એક એવું ફળ છે, જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાનને નારિયેળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.
કોઈપણ શુભ કાર્યની શરૂઆત નારિયેળ તોડીને કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ નાળિયેર કેમ નથી ફોડતી. તેની પાછળનું શું કારણ છે?
ધાર્મિક માન્યતા અનુસાર, પૃથ્વી પર પ્રથમ વખત વિષ્ણુજીએ લક્ષ્મીજીની સાથે ફળના રૂપમાં નારિયેળ મોકલ્યું હતું. નારિયેળ પર માત્ર મા લક્ષ્મીનો જ અધિકાર છે. આ કારણથી મહિલાઓ પોતાના હાથે ક્યારેય નારિયેળ ફોડતી નથી.
નારિયેળમાં ત્રિદેવનો વાસ માનવામાં આવે છે. નારિયેળના ઉપરના ભાગમાં બનેલી ત્રણ આંખો ભગવાન શિવના ત્રિનેત્રનું પ્રતિક છે.શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારિયેળના ઝાડ અને કામધેનુને પૃથ્વી પર લાવ્યા હતા. નારિયેળના ઝાડને કલ્પવૃક્ષ પણ કહેવાય છે.
એવું માનવામાં આવે છે કે ભગવાનને નારિયેળ અર્પણ કરવાથી દુ:ખ અને કષ્ટોનો નાશ થાય છે. ઘરમાં નાળિયેર તોડવાથી નકારાત્મકતા દૂર થાય છે. નારિયેળને બીજ ગણવામાં આવે છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે, ત્યારે સૌથી પહેલા તે બીજ જેવું હોય છે, તેથી જ મહિલાઓ નાળિયેર નથી તોડતી, તેની ખરાબ અસર પડે છે.