Ahmedabad Jagannath Yatra: જગન્નાથ મંદિરમાં બેન્ડવાજા સાથે વાજતે ગાજતે નીકળ્યું મામેરું, જુઓ તસવીરો
અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથી 145મી રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્રણ વર્ષ બાદ ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે જગન્નાથ મંદિર તરફથી ભગવાનને મહામુલુ મામેરું આપવામાં આવ્યું હતું. બેન્ડવાજા સાથે વાજતે ગાજતે મામેરું નીકળ્યું હતું. ભગવાનના વાઘા, આભૂષણ સાથે યજમાન નીકળ્યા હતા.
145 મી રથયાત્રા માં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક, ૩૦ અખાડા અને 18 ભજન મંડળીઓ સામેલ થશે.
અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પહોંચશે. જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં સી આર પાટીલ હાજર રહેશે.
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મહંતને શુભેચ્છા આપવા સીએમ આવશે અને આરતી કરી સીએમ વિદાય લેશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે.
ભગવાન જગન્નાથના મામેરામાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા.
મામેરાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.