Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Skin care tips: બદામના તેલથી સ્કિન સંબંધિત આ તમામ સમસસ્યાથી મળવો છૂટકારો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
Oil for Your Face: સ્કિને ગ્લોઇંગ કરવામાં અને ત્વચા પરના ડાઘ-ધબ્બા દૂર કરવામાં આ તેલ ખૂબ જ કારગર છે. જાણીએ કેવી રીતે ઉપયોગ કરવાથી સ્કિન પર નેચરલ ગ્લો બની રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેહદ ગુણકારી બદામ તેલ ન માત્ર ખાવામાં જ પરંતુ તે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સૌંદર્ય વર્ધક પણ છે. બદામનું તેલ સ્કિન માટે ખૂબ જ ઉપકારક છે. બદામના તેલમાં વિટામિન A,E,D, કેલ્શિયમ, પોટેશિયમ,જિંક, આયરન, મેગેનિઝ, ફાસ્ફોરસ અને ઓમેગા-3, ફેટી એસિડ, ભરપૂર માત્રામાં મોજૂદ હોય છે. બદામના તેલના આ ગુણ સ્કિનની સમસ્યા માટે ખૂબ ઉપયોગી છે.
ત્વચાની કરચલીઓ કરશે દૂર-જો આપના ચહેરા પર કરચલીઓ આવવાની શરૂઆત થઇ ગઇ હોય તો બદામના તેલમાં નારિયેળ તેલ અને એલોવેરા મિક્સ કરીને મસાજ કરો. ડ્રાયનેસ ઓછી થવાની સાથે-સાથે ધીરે ધીરે ફાઇન લાઇન્સ પણ જતી રહેશે.
ખીલ માટે ઉત્તમ ઇલાજ-એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર આ તેલ ચહેરા પરથી બેક્ટેરિયાને ખતમ કરે છે, જેનાથી ખીલ થતા નથી.
મેકઅપ રીમૂવ કરવા માટે કરો ઉપયોગ-મેકઅપ દૂર કરવા માટે, કેમિકલ બેઝ પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે બદામના તેલનો ઉપયોગ કરો. કોટન પેડ પર બદામનું તેલ લો અને તેનાથી મેકઅપ સાફ કરો. તેનાથી ત્વચા ગ્લોઇંગ બનશે અને ક્લિન પણ થશે.
ડાર્ક સર્કલને દૂર કરે છે-ઊંઘ પુરી ન થવાથી આંખની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે. આ માટે મધમાં બદામ તેલ મિકસ કરીને રાત્રે ચહેરા પર લગાવો. આપ ગુલાલજળ સાથે બદામનું તેલ મિકસ કરીને રાત્રે મસાજ કરો. સવારે ફેસ વોશ કરી લો, રિઝલ્ટ જોવા મળશે.