Raksha Bandhan 2021: આ રક્ષાબંધને બની રહ્યો છે આ યોગ,જાણો ક્યાં સમય સુધી બાંધી શકાશે રાખડી
આ વર્ષે રક્ષા બંધનનો તહેવાર 22 ઓગસ્ટે મનાવાશે. આ વર્ષના રક્ષા બંધના પર્વે સમગ્ર દિવસ દરમિયાન શુભ મુહૂર્ત હોવાથી બહેન દિવસમાં ગમે ત્યારે ભાઇને રાખડી બાંધી શકશે, આ વર્ષે 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી શુભ મૂહૂર્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષે રાખીની તિથી 21 ઓગસ્ટથી જ બેસી જાય છે અને 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી રહેશે. આ વર્ષે રક્ષાબંધનમાં ઘનિષ્ઠ અને શોભન યોગ બની રહ્યો છે. આ બંને યોગ બનવાની કારણે આ પર્વનુ શુભ ફળ વધી જાય છે.
હિન્દુ પંચાગ મુજબ શ્રાવણના શુકલ પક્ષની પૂર્ણિમા તિથિ 21 ઓગસ્ટ સાંજે 3.45 મિનિટથી શરૂ થઇને 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી ચાલશે. રક્ષા બંધન ઉદયા તિથિમા 22 ઓગસ્ટે મનાવવામાં આવશે.
પૌરાણિક મહત્વની વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણને મહારાણી દ્રોપદી દ્વારા શિશુપાલ વધ બાદ કપાયેલી આંગણી પર સાડીની પટ્ટી બાંધી દીધી હતી. જેને રક્ષાસૂત્ર માનતા શ્રીકૃષ્ણ ભગવાને તેને ભવિષ્યમાં રક્ષાનું વચન આપ્યું હતું. હુમાયુએ એક ભાઇની ફરજ અદા કરતા દુર્ગાવતીની રક્ષા કરી હતી.