મંગળ દોષથી પરેશાન છો, તો આ 5માંથી કોઇ એક ઉપાય કરીને મેળવો શુભ ફળ
ઘરમાં તુલસીના છોડ પાસે દીપક કરવાથી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આવક થાય છે અને બચત પણ વધે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળના દોષને નિવારવા માટે માટીના ગણેશની સ્થાપના કરો તેની પૂજન કરો. ગણેશની માટીની મૂર્તિની શ્રદ્ધાથી સેવા પૂજા કરવાથી મંગળ દોષ દૂર થાય છે.
ઘરમાં ભગવાની માટીની બનેલી મૂર્તિ રાખો, તેનાથી મંગળ સાથે ગુરૂના અશુભ પ્રભાવ, દોષ દૂર થાય છે અને નસીબનો સાથે મળે છે, ધન લાભ પણ થાય છે.
ઘરમાં માટીના વાસણમાં પાણી ભરીને રાખવાથી ચંદ્ર- મંગળના દોષ દૂર થાય છે અને તેની શુભ અસર થાય છે.લક્ષ્મી યોગથી ધન લાભ થાય છે. માટીનું વાસણ દાન કરવાથી પણ નસીબ સાથ આપે છે અને અચાનક ધનલાભ થાય છે.
મંગળ દોષ સહિત કુંડલીના અન્ય દોષને નિવારવા માટે માટીના શિવલિંગ બનાવી નિયમિત તેની પૂજા કરો. તેનાથી બધા જ ગ્રહ દોષ દૂર થાય છે અને ખરાબ સમયનો અંત આવે છે અને જીવનમાં શુભ સમયનો ઉદય થાય છે.