Shani Puja: આ વસ્તુનું શનિવાર દાન કરવાથી જીવનની મુશ્કેલી થાય છે દૂર અને દરેક ક્ષેત્ર મળે છે વિજય
શનિના દુષ્પ્રભાવથી લોકો પર શનિની સાડાસાતી અને પનોતીની અસર થાય છે. શનિની સાડાસાતી ચાલતી હોય તો તેના દુષ્પ્રભાવથી બચવા માટે જો શનિવાર કેટલીક વસ્તુનું દાન કરવામાં આવે છે તો શનિના દુષ્પ્રભાવથી બચી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધાર્મિક માન્યતા મુજબ શનિવારે કાળા તલનું દાન દેવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને રાહુ કેતુનો દોષ પણ શાંત થાય છે.
શનિની સાડાસાતીનીઅસર ઓછી કરવા માટે શનિવારે સાત પ્રકારના અનાજનું દાન કરવું જોઇએ. ઘઊં, મકાઇ, અડદ, તલ, ચોખાનું દાન જરૂરિયાતમંદ લોકોને આપવાથી શનિના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે.
શનિવારે લોખંડની વસ્તુનું દાન કરવાથી કંડળીમાં રહેલો શનિનો દોષ શાંત થાય છે. અને શનિદોષથી મુક્તિ મળે છે.
ધાર્મિક માન્યતા મુજબ શનિવારના દિવસે કાળા રંગના જૂતા ચપ્પલના દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થયા છે. આવું કરવાથી દરેક જગ્યાએ સફળતા મળે છે.
વાદળી રંગનું પુષ્પ શનિવારે શનિેદવને અર્પણ કરવાથી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. ફુલોનું દાન પણ કરી શકાય છે. આ રંગના ફુલને અપરાજિતા કહેવાય છે. જે જીત અપાવે છે.