ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના મુદ્દે સુનિલ શેટ્ટીનું છલકાયું દર્દ, કહ્યું, 'અહીં રહીને મુશ્કેલ થઇ જાય છે'
બોલિવૂડના અભિનેતા સુનીલ શેટ્ટી કહેવું છે. જો આપ મનોરંજન જગતનો હિસ્સો છો તે પરિવાર માટે સમય કાઢવો મુશ્કેલ થઇ જાય છે. રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર-4નું શૂટિંગ માટે સેટ પર હાજર સુનિલ શેટ્ટીએ તેમની પત્ની સાથેને સંબંધની વાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુનીલ શેટ્ટીએ કહ્યું, કેટલીક યાદો તાજા થઇ છે. વિશ્વાસ નથી આવતો કે લગ્નને 30 વર્ષ વિતી ગયા. તેમણે કહ્યું કે, ફિ્લ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ફેમિલી માટે સમય આપવો મુશ્કેલ છે. જો કે માના જેવી સમજદાર પાર્ટનર હોય તો બધું જ સરળ થઇ જાય છે. તેમણે કહ્યું.,'માનાને સલામ'
સુનિલ શેટ્ટીએ કોરોના મહામારી સામે ઝુઝતાં દેશના લોકોની મદદ કરવા માટે લોકોને અપીલ કરીને અને તેઓ ખુદ પણ ઓક્સિજન કંસેંટ્રટર્સ વહેચવાના અભિયાનમાં સામેલ થયા. તેઓ કોરોનાની મહામારી સામે લડતાં દેશની મદદ માટે આગળ આવ્યાં.
સુનિલ શેટ્ટીની પત્ની માના અને તેમની દિકરી અથિયા શેટ્ટી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેઓ તેમની અનેક પ્રાંસગિક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. આથિયા ક્રિકેટર કે.એલ.રાહુલને ડેટ કરી રહી છે. બંને દિલચશ્ય તસવીરો સોશિયલ મીડિયા પર અનેક વખત જોવા મળે છે.
બોમ્બે ટાઇમ્સે આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, કે.એલ રાહુલ એક શાનદાર ખેલાડી છે. હું હંમેશા માનું છું કે, તે દેશના કાબિલ ક્રિકેટરમાંથી એક છે. હું વર્ષોથી કહું છું કે તે ટેકનિકલી રીતે એકદમ પરફેક્ટ ખેલાડી છે.