તુલસીનો છોડ ઘરની આ દિશામાં રાખો, ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહેશે
ઘરમાં તુલસી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ ઘરની યોગ્ય દિશામાં હોય તો ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે.
ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વાસ્તુ દોષ વધે છે.
ઘરની ઉત્તર-પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનું વાવેતર કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં આધ્યાત્મિક વિકાસ પણ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચેના અણબનાવ દૂર થાય છે.
તુલસીના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે, નહીં તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.