Vastu Tips: મા લક્ષ્મીને ખુશ કરવા માટે અપનાવો આ ખાસ વાસ્તુ ટિપ્સ, ખૂલી જશે પ્રગતિના દ્વાર
ઘરમાં સુખ શાંતિને યથાવત રાખવા માટે વાસ્તુની મુખ્યત્વે ભૂમિકા છે. વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોને અનુસરીને જીવનમાં સુઘાર કરી શકાય છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો જીવનમાં રૂકાવટનો સામનો કરવો પડે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરની ઉત્તર-પૂર્વ દિશામાં માછલીઘર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માછલીઘરમાં પાણીને ગંદુ ન થવા દો. તેનાથી ઘરની આર્થિક પ્રગતિમાં અવરોધ આવે છે.
રૂમની અંદર લોકર હંમેશા દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આ દિશામાં રાખવાથી લોકરમાં રાખેલી વસ્તુઓ સતત વધે છે. લોકરનો દરવાજો હંમેશા ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં ખુલવો જોઈએ.
ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. લિવિંગ રૂમમાં બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ. રૂમનો દરવાજો હંમેશા સાફ રાખો. જો ઘરમાં વસ્તુઓ અહીં-ત્યાં વેરવિખેર હોય તો તે ઘરમાં આવતા આર્થિક લાભમાં અવરોધ ઉભી કરે છે.
કુબેરને ધનના દેવતા પણ કહેવામાં આવે છે. ઘરની નકારાત્મક ઉર્જાને દૂર રાખવા અને ભગવાન કુબેરના વિશેષ આશીર્વાદ મેળવવા માટે કુબેર યંત્રનો ફોટો ઘરની ઉત્તર દિશાની દીવાલ પર લગાવવો જોઈએ અને તે દિશામાં જૂતાં અને ચપ્પલ ભૂલથી પણ ન રાખવા. ઉપરાંત આ સ્થાને કોઇ ભારે ફર્નિચર ન રાખવા જોઇએ.