Magh Purnima 2023: માહ પૂર્ણિમાએ કરો નારિયેળનો આ સિદ્ધ પ્રયોગ, બંધ કિસ્મતના ખુલ્લી જશે તાળા
માહ મહિનાની અમાસ અને પૂર્ણિમા બંનેનું સમાન મહત્વ છે. માહ પૂર્ણિમા 5 ફેબ્રુઆરી, 2023ના રોજ છે. કહેવાય છે કે માહ પૂર્ણિમાના દિવસે નારિયેળના કેટલાક ઉપાય કરવાથી ઘર ધન અને વૈભવથી ભરાઇ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધાર્મિક કાર્યોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. નારિયેળને ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે. દરેક શુભ કાર્યમાં નારિયેળનો ચોક્કસપણે સમાવેશ થાય છે. નારિયેળના વિવિધ પ્રકારોમાં એકાક્ષી નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર પૂર્ણિમાને મા લક્ષ્મીનો અવતાર તિથિ માનવામાં આવે છે. માહ પૂર્ણિમાની રાત્રે જે વ્યક્તિ એકાક્ષી નારિયેળની પૂજા કરે છે તેના ઘર પર કુબેર દેવની કૃપા વરસે છે. પૈસા અને અનાજના ભંડાર ભરેલા રહે છે.
એકાક્ષી નાળિયેર ખૂબ જ દુર્લભ છે. એવું માનવામાં આવે છે કે જેની પાસે આ નારિયેળ હોય છે, તેને જીવનમાં ક્યારેય આર્થિક સંકટમાંથી પસાર થવું પડતું નથી
માહ પૂર્ણિમાના દિવસે કાર્યસ્થળ પર વિધિવત એકાક્ષી નાળિયેરની સ્થાપના કરવામાં આવે તો વ્યવસાયમાં પ્રગતિ થાય છે. ધ્યાન રાખો, સ્થાપના પછી દરરોજ તેની પૂજા કરવી અનિવાર્ય છે.
ધાર્મિક માન્યતા છે કે, કોર્ટ સંબંધિત મામલામાં વિજય મેળવવા માટે રવિવારે તમારા વિરોધીના નામ સાથે નારિયેળ પર લાલ કનેરનું ફૂલ ચઢાવો. જે દિવસે તમારે કોર્ટમાં જવાનું હોય તે દિવસે આ ફૂલો તમારી સાથે લઈ જાઓ. બધી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. માહ પૂર્ણિમાનો દિવસ શુભ રહેશે કારણ કે આ દિવસે રવિવાર પણ છે.
એકાક્ષી નારિયેળમાં એટલી શક્તિ હોય છે કે તેના પ્રભાવથી કોઈ નેગેટિવ એનેર્જીનો પ્રભાવ દૂર કરી શકાય છે. કાલા જાદુ, મેલીવિદ્યા પરિવાર પર અસર કરતી નથી અને પરિવારમાં એકતા અને સ્થિરતા રહે છે.