Nag Panchami 2023: નાગપંચમીના અવસરે મનોકામનાની પૂર્તિ માટે કરો સિદ્ધ મંત્રનો જાપ, મળશે શીઘ્ર ફળ
Nag Panchami 2023 Mantra: નાગ પંચમીનો તહેવાર 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. નાગ દેવતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાનું વિધાન છે. તેનાથી કાળસર્પ દોષ દૂર થાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓમ ભુજંગેશાય વિદ્મહે, સર્પરાજય ધીમહિ, તન્નો નાગઃ પ્રચોદયાત્. - નાગ પંચમીના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો અને પછી આ મંત્રનો 1.25 લાખ વખત જાપ કરો. એવું માનવામાં આવે છે કે, તેનાથી વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.
ઓમ સર્પાય નમઃ - નાગ પંચમીના દિવસે સાપની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો. જેના કારણે સર્પદંશનો ભય રહેતો નથી, સાથે જ સાપ ક્યારેય ઘરમાં પ્રવેશતા નથી.
' સર્વે નાગાઃ પ્રિયંતા માં યે કેચિત્ પૃથ્વીતલે । યે ચ હીલમરિચિષ્ઠા યે ન્તરે દિવિ સંસ્થિતા । યે નાદિષુ મહાનગા યે સરસ્વતીગામિનઃ । યે ચ વાપીતદગેષુ તેષુ સર્વેષુ વૈ નમ:...' - નાગ દેવ અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વિશેષ મંત્રનો જાપ કરો. તેના જાપ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
નાગ પંચમીના દિવસે નવનાગ સ્તોત્રનો પાઠ કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. કાલસર્પ દોષની દુષ્ટ અસરો ઓછી થાય છે. સંતાન પ્રાપ્તિનો માર્ગ પણ સરળ બનશે.
નાગ પંચમીના દિવસ જો કંઇ પણ શક્ય ન હોય તો શિવલિંગ પર દુધ અથવા જળ ચઢાવીને મહાદેવની પંચોપચારે પૂજા કરો. આ ઉપાયથી પણ ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને કાળ સર્પ યોગને પણ શાંત કરી શકાય છે.