Weight loss:આ ડ્રાયફ્રૂટ મેટાબોલિઝમ બૂસ્ટ કરતું હોવાથી ફટાફટ ઘટાડશે વજન, આ રીતે કરો સેવન
Cardamom Health Benefits: ઇલાયચીનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. ઇલાયચી ખાવાનો સ્વાદ અને સુગંધ બંને વધારે છે, પરંતુ તે સાથે તે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇલાયચી વેઇટ લોસમાં પણ કારગર છે. આ માટે 4 એલચીને રાત્રે પાણીમાં પલાળી રાખો. હવે આ પાણીને સવારે ગરમ કરો. તેનુ સેવન કરો, આ પાણી તમારા મેટાબોલિઝમને વેગ આપશે જેથી તે વજન ઘટાડવામાં મદદ કરશે. પાણી બોડીને ડિટોક્સ કરે છે
ઇલાયચીનું પાણી પીવાથી પેટ ભરાઈ જાય છે. જેથી આપને તે ક્રેવિગથી બચાવે છે અને જેના કારણે અનહેલ્ધી ફૂડ ખાવાનું ટળે છે.
એલચી ખાવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આને ખાવાથી થતાં ગેસ, કબજિયાત અને પેટ ફૂલવા જેવી સમસ્યાથી બચી શકો છો. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે નાની ઈલાયચી ખાઈ શકો છો.
ઘણા લોકો શ્વાસની દુર્ગંધથી પરેશાન હોય છે. એલચીનું પાણી પીવાથી તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી જેવા ગુણ હોય છે. એલચી વડે પણ તમે દાંતના દુખાવાથી અમુક હદ સુધી રાહત મેળવી શકો છો. ઈલાયચી પેઢાના સોજાને દૂર કરવામાં પણ મદદ કરે છે
એક રિપોર્ટ અનુસાર, તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે એલચી પાવડર પણ લઈ શકો છો. એલચી પાવડરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે.
કેટલીકવાર પેટની અસ્વસ્થતાને કારણે, મોંમાં ચાંદા પડી જાય છે. આ સ્થિતિમાં ઈલાયચીને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરમાં મિસરી મિકસ કરીને તેનુ સેવન કરો મોંના અલ્સરથી રાહત મળશે.