Rahu Gochar 2023: ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને લાભ પહોંચાડશે રાહુ, જાણો તમારી રાશિ છે કે નહીં
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને એક રહસ્યમય ગ્રહ માનવામાં આવે છે, જે શનિ પછી સૌથી ધીમી ગતિવાળો અને ભયજનક ગ્રહ છે. રાહુને મનનો કારક માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કુંડળીમાં રાહુની સ્થિતિ ખરાબ હોય તો વ્યક્તિ પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. પણ રાહુને તીક્ષ્ણ બુદ્ધિનો કારક પણ માનવામાં આવે છે. આવા સંજોગોમાં જેમની કુંડળીમાં રાહુ બળવાન હોય છે, તેમના કરિયર અને બિઝનેસમાં વધારો થાય છે. હાલમાં રાહુ મેષ રાશિમાં બેઠેલા હોવાના કારણે ઓક્ટોબર સુધી ચાર રાશિના લોકોનું કિસ્મત તારાની જેમ ચમકશે. જાણો આ શુભ રાશિઓ વિશે.
કર્કઃ કર્ક રાશિમાં ઓક્ટોબર સુધી રાહુ કર્મના દસમા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં કર્ક રાશિવાળા લોકોને ઓક્ટોબર સુધી આર્થિક લાભની તક મળતી રહેશે અને નોકરીમાં પણ બદલાવ આવી શકે છે. વેપારીઓને લાભ થશે અને સંપત્તિમાં વધારો થશે. રાહુની શુભતા માટે કૂતરાને દૂધ અને રોટલી ખવડાવો.
સિંહ: સિંહ રાશિમાં દસમા ભાવમાં રાહુ હોવાને કારણે તમને નોકરી અને વ્યવસાયમાં લાભ મળતો રહેશે અને તમે તમારા કામ સફળતાપૂર્વક કરતા રહેશો. પ્રવાસ અને પારિવારિક કામ માટે પૈસા ખર્ચ થઈ શકે છે. રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે સિંહ રાશિવાળા લોકોએ શિવલિંગ પર જલાભિષેક કરવો જોઈએ.
વૃશ્ચિક: હાલમાં રાહુ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં બેઠો છે. આ તમારા માટે નોકરી મેળવવા અને નવો વ્યવસાય શરૂ કરવાનું સરળ બનાવશે. જો તમે પહેલેથી જ નોકરીમાં છો તો પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે. જો કે સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે. રાહુના ખરાબ પ્રભાવથી બચવા માટે ભગવાન ગણેશની પૂજા કરો.
કુંભ: તમારી રાશિમાં રાહુ ગ્રહ ત્રીજા ભાવમાં બેઠો છે. આવી સ્થિતિમાં તમને રાહુનું શુભ પરિણામ ઓક્ટોબર સુધી મળતું રહેશે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને વેપારમાં લાભ થશે. કુંભ રાશિમાં રાહુની શુભતા માટે મંદિરમાં દાન કરો.
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.