Vastu tips: ઘરમાં કાળી કીડી શભ પણ જો લાલ કીડીઓ દેખાય તો સાવધાન, થશે મોટું નુંકશાન
Vastu tips:શાસ્ત્રોમાં કીડીઓનું વારંવાર ઘરમાં આવવું ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓનો સંકેત છે. તેમના રંગ અને ઘરમાં તેમના આગમનની જગ્યા પરથી તમે જાણી શકો છો કે આ નિશાની શુભ છે કે અશુભ. તો ચાલો વિગતે જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘરની પશ્ચિમ બાજુથી કાળી કીડીઓનું બહાર નીકળવું પ્રારંભિક વિદેશ પ્રવાસનો સંકેત આપે છે. કાળી કીડીઓને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર જ્યારે ચોખાથી ભરેલા વાસણમાંથી કીડીઓ બહાર આવે છે તો તે શુભ માનવામાં આવે છે. તે ધનમાં વૃદ્ધિનો સંકેત છે. આ સૂચવે છે કે નાણાકીય કટોકટી દૂર થઈ રહી છે.
લાલ કીડીઓનું ઘરમાં પ્રવેશવું અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, આ આર્થિક તંગી, વિવાદ જેવી મોટી મુસીબતો આવવાનો સંકેત છે.
ઘરમાં લાલ કીડીઓ હોવી શુભ નથી, પરંતુ જો આ લાલ કીડીઓ મોંમાં ઈંડું લઈને ઘરની બહાર નીકળતી જોવા મળે તો તે શુભ સંકેત છે. એવું કહેવાય છે કે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તેનો અર્થ એ છે કે જીવનમાં થોડી પ્રગતિ થવાની છે.
શાસ્ત્રો અનુસાર, કાળી કીડીઓ ઘરમાં ઉપર તરફ જાય તેનો અર્થ છે કે જીવનમાં વિકાસ, સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. બીજી બાજુ, દિવાલ પર ઉતરતી કીડીઓ નુંકસાન અને નકારાત્મક માહિતી સૂચવે છે.
એવું કહેવાય છે કે જો છત પરથી કીડીઓ બહાર આવતી જોવા મળે તો તે ધન અને સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત છે. તેની સાથે ભૌતિક સુખો જેમ કે વિવાહિત જીવનમાં સુખ, સંતાન સંબંધિત કાર્યો પૂર્ણ થશે.