Best SUV with 3 Rows: સાઇઝ અને કંફર્ટમાં MG Gloster છે બેસ્ટ, દમદાર એન્જિન અને ઓફ રોડમાં Toyota Fortuner છે આગળ
બજારમાં હાલ અનેક એસયુવી લોન્ચ થઈ રહી છે. પરંતુ જો વધારે મોટી એસયુવી અને વધારે જગ્યા ઈચ્છતા હો તો ટોયોટા ફોર્ચ્યુનર અને એમજી ગ્લોસટર મોખરે છે. આ મોટી એસયીવી કાર લાંબી મુસાફરીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જોકે સિટી એરિયામાં ચલાવવા માટે બંને શાનદાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લોસ્ટર આકારમાં ફોર્ચ્યુનર કરતાં મોટી દેખાય છે. ફેસલિફ્ટ ફોર્ચ્યુનરને નવો લુક મળે છે તેથી સારી લાગે છે. ગ્લોસ્ટરમાં ક્રોમ અને મોટી બારી સહિત અનેક લુક ફોર્ચ્યુનરની તુલનામાં વધારે પ્રીમિયમ કાર બનાવે છે. સ્પેસના મામલે નવી ફોર્ચ્યુનર ગ્લોસ્ટરની બરોબરી કોઈ ન કરી શકે.
નવી ફોર્ચ્યુનરની કબિન વધારે પ્રીમિયમ બનાવવામાં આવી છે. વધારે લક્ઝરી લુક, સ્માર્ટફોન કનેક્ટિવિટી, 10 સ્પીકર જેબીએલ ઓડિયો જેવા ખાસ ફીચર્સ છે. જ્યારે ગ્લોસરનો લુક પણ વધારે ગ્લેમરસ બનાવાયો છે. એર પ્યોરિફાયર. પેનોરમિક સનરૂફ, થ્રી ઝોન ક્લાયમેંટ કંટ્રોલ, ફ્રંટ સીટ જેવા ફીચર્સ છે. કંફર્ટ અને સ્પેસ મામલે બીજી રો શાનદરા છે. ફોર્ચ્યુનરમાં પહેલી રો ગ્લોસ્ટર જેવી નથી. બીજી રોમાં સારી સ્પેસ છે.
ગ્લોસ્ટર નાની સાઇઝના ડિઝલ એન્જિન સાથે આવે છે. તેનો પાવર આઉટપુર 218bhp અને 480Nm સુધી આવે છે. કારનું સ્ટીયરિંગ હળું છે અને 8 સ્પીડ ઓટોમેટિકની મદદથી પાર્કિંગને ઘણું આસાન બનાવે છે. ફોર્ચ્યુનરનું સ્ટીયરિંગ ભારે છે. પાર્કિંગ માટે થોડા વધારે પ્રયાસ કરવો પડે છે. 2.8 લીટર ડીઝલ એન્જિન 500Nm અને 204bhpનો ટોર્ક જનરેટ કરે છે.
ગ્લોસ્ટર શહેરમાં ડ્રાઇવિંગ માટે સારી છે. તેનું સસ્પેંશન શાનદાર છે અને લકઝરી એસયુવીનો અહેસાસ કરાવે છે. ફોર્ચ્યુનર ઓછી સ્પીડમાં વધારે ઉછળતી હોય તેમ લાગે છે પરંતુ સ્પીડ પકડ્યા બાદ સમસ્યા દૂર થઈ જાય છે. ઓફ રોડિંગમાં ફોર્ચ્યુનર વધારે શ્રેષ્ઠ છે. ફોર્ચ્યુનર લો રેન્જમાં સૌથી સારી ઓફ રોડ એસયુવી છે.
ગ્લોસ્ટરની કિંમત 30 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને વેરિયંટ્સના હિસાબે 37.68 લાખ સુધી જાય છે. ફોર્ચ્યુનર 30 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 42 લાખ રૂપિયા સુધી જાય છે. સ્પેસ, કંફર્ટ અને વધારે ફીચર્સ જોઈતા હોય તો ગ્લોસ્ટર ખરીદી શકો છો, જ્યારે ઓફ રોડ મામલે શાનદાર કાર ખરીદવી હોય તો ફોર્ચ્યુનર પસંદ કરી શકો છો.