Auto Expo 2020: મારુતિ સુઝુકીએ Jimny પરથી ઉંચક્યો પડદો, Gypsyને કરશે રિપ્લેસ, જાણો વિગતે
નવી દિલ્હી: મારુતિ સુઝુકીએ ઑટો એક્સપો 2020માં Jimny રજૂ કરી છે. કંપની ભારતમાં જિપ્સીને રિપ્લેસ કરી શકે છે. ભારતમાં લાંબા સમયથી જિપ્સીને બંધ કરી દીધી છે. જો કે ક્યારે લોન્ચ કરશે તે અંગે કોઈ પુષ્ટી થઈ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJimny જિપ્સીની ન્યૂ જનરેશન છે અને એક સસ્તી ઑફ રોડ કાર છે. આ એક મોર્ડન કૉમ્પેક્ટ એસયૂવી નથી પરંતું પ્રોપર 4 વ્હીલ ડ્રાઈવ એસયૂવી છે.
Jimny લંબાઈમાં 3.5 મીટર અને ઘણી નાની કાર છે, પરંતુ તેની ડિઝાઈન એક મોટી ગ્રિલ અને જિપ્સીની જેમ નાના ગોળ હેડલેમ્પ્સ સાથે પ્રોપર એસયૂવી જેવી છે. તેની પાછળ એક સ્પેયર લ્હીલ પણ છે જે જૂની જિપ્સી જેવી છે .
મારુતિ Jimnyમાં 100 bhp સાથે 1.51 પેટ્રોલ એન્જીન છે જ્યારે તેમાં ઑટોમેટિક પ્લસ અને મેન્યુઅલ ગિયરબૉક્સ બન્ને છે. તેનું કોઈ ડીઝલ વિકલ્પ નથી.
Jimnyમાં ત્રણ ડોર આપવામાં આવ્યા છે. આ એક ફોર સીટર ગાડી છે.
મારુતિ જિમ્નીને આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરે તેવી સંભાવના છે. તેનો મુકાબલો મહિન્દ્રા થાર સાથે થશે. Jimnyની કિંમત 10 થી 15 લાખ રૂપિયા હોય શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -