Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Hero Mavrick 440 ને ડિલીવર કરવાનું થયુ શરૂ, 15 એપ્રિલે થઇ હતી લૉન્ચ
Hero Mavrick 440: Hero MotoCorp એ તેની નવી બાઇક Maverick 440ની ડિલિવરી શરૂ કરી દીધી છે. કંપનીએ આ બાઇકને 15 એપ્રિલે જ ભારતીય બજારમાં લૉન્ચ કરી હતી. આ બાઇકના ત્રણ વેરિઅન્ટ બજારમાં ઉપલબ્ધ છે - બેઝ વેરિઅન્ટ, મિડ વેરિઅન્ટ અને ટોપ વેરિઅન્ટ. Hero Maverick 440ની એક્સ-શોરૂમ કિંમત 1.99 લાખથી શરૂ થાય છે અને 2.44 લાખ સુધી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMaverick 440નું બેઝ વેરિઅન્ટ આર્ક્ટિક વ્હાઇટ કલરમાં આપવામાં આવ્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.99 લાખ રૂપિયા છે. આ બાઇકને એલઇડી લાઇટથી ડિઝાઇન કરવામાં આવી છે. આ સિવાય બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે નેગેટિવ LCD ક્લસ્ટર પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
Maverick 440નું મિડ વેરિઅન્ટ Fearless Red કલરમાં માર્કેટમાં આવ્યું છે. આ બાઇકમાં ટ્યૂબલેસ ટાયર સાથે એલોય વ્હીલ્સ છે. તેના મિડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.14 લાખ રૂપિયા છે.
Hero Maverick 440નું ટોપ વેરિઅન્ટ Phantom Black કલરમાં ઉપલબ્ધ છે. બાઇકના આ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.24 લાખ રૂપિયા છે. આ બાઇકમાં ડાયમંડ કટ ફિનિશ સાથે એલોય વ્હીલ્સ ફીટ કરવામાં આવ્યા છે.
Hero MotoCorpની આ બાઇકમાં 440 cc ઓઇલ કૂલ્ડ એન્જિન છે, જે 4000 rpm પર 36 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, આ બાઇક સ્લીપર ક્લચ સાથે 6-સ્પીડ ટ્રાન્સમિશનથી પણ સજ્જ છે.
કંપનીએ આ બાઇકનું બુકિંગ આ વર્ષે 14મી ફેબ્રુઆરીથી 2024માં શરૂ કર્યું હતું. લૉન્ચ કર્યા બાદ હીરોએ હવે આ બાઇકની ડિલિવરી શરૂ કરી દીધી છે.