Hanuman Jayanti 2024: 23 એપ્રિલે હનુમાન જયંતીના અવસરે આ ખાસ યોગમાં કરો આ ઉપાય, જીવનના સંકટ થશે દૂર
Hanuman Jayanti 2024: વર્ષ 2024માં 23મી એપ્રિલને ખાસ દિવસ માનવામાં આવી રહ્યો છે. આ દિવસે તમે હનુમાનજીની સાથે શનિદેવને પણ પ્રસન્ન કરી શકો છો. જાણો કઈ રીતે તમે તમારી જાતને ખુશ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App23મી એપ્રિલ એક ખાસ દિવસ છે. આ દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. યોગાનુયોગ મંગળવાર પણ હનુમાન જયંતિના દિવસે આવે છે.
હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર ચૈત્ર પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પછી મંગળવારે હનુમાનજીનો જન્મ થયો હતો. તેમનો જન્મ ચિત્રા નક્ષત્ર અને મેષ રાશિમાં થયો હતો
વર્ષ 2024માં પણ ચિત્રા નક્ષત્ર 23 એપ્રિલે રહેશે. ચિત્રા નક્ષત્રમાં ભગવાન હનુમાનની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.
ચિત્રા નક્ષત્રનો સ્વામી મંગળ છે અને મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે. ચિત્રા નક્ષત્ર અને વ્રજમાં હનુમાન જંયતી મનાવવી શુભ મનાય છે.
જો તમે હનુમાન જયંતીના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો યોગ્ય વિધિથી બજરંગબલીની પૂજા કરો. શમીના ઝાડને જળ અવશ્ય અર્પણ કરો. સુદારકાંડનો પાઠ કરો.
હનુમાન જયંતિના દિવસે સવારે પીપળના ઝાડને જળ ચઢાવો. મંદિરમાં જરૂરિયાતમંદોને ભોજન કરાવો અને તલ, ખાંડ અને લાલ ચણાનું દાન પણ કરો.
હનુમાન જયંતિના દિવસે સવારે પીપળના ઝાડને જળ ચઢાવો. મંદિરમાં જરૂરિયાતમંદોને ભોજન કરાવો અને તલ, ખાંડ અને લાલ ચણાનું દાન પણ કરો.
હનુમાનજીએ શનિદેવને રાવણના કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. એટલા માટે શનિદેવે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે જે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરશે, શનિવાર તેને ક્યારેય પરેશાન કરશે નહીં.