જો સસ્તી Sports Bike ખરીદવાનુ છે પ્લાનિંગ, તો પાંચ બાઇક બની શકે છે બેસ્ટ ઓપ્શન, જુઓ લિસ્ટ....
નવી દિલ્હીઃ આજકાલ યુવાઓમાં સ્પૉર્ટ્સ બાઇકનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. વાહન નિર્માતા કંપનીઓ પણ આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા માર્કેટમાં પોતાની ઓછા બજેટ વાળી સ્પૉર્ટ્સ બાઇક ઉતારી રહી છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ. દેશમાં મળી રહેલા સસ્તી કિંમત, ઓછા બજેટ વાળી દમદાર સ્પૉર્ટ્સ બાઇક વિશે. આ સ્પૉર્ટ્સ બાઇક્સનુ એન્જિન દમદાર અને લૂક એકદમ સ્ટાઇલિશ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppYamaha YZF R15- સ્પૉર્ટ્સ બાઇકના મામલામાં યામાહા YZF R15 ખુબ સરસ માનવામાં આવે છે. આને દેશમાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. જો ફિચર્સની વાત કરીએ તો આમાં 155CCનુ દમદાર એન્જિન આપવામાં આવ્યુ છે. BS-6 ટેકનોલૉજી વાળી આ બાઇકમાં ABS બ્રેક સિસ્ટમ છે. આની એક્સ-શૉરૂમ્સ કિંમત લગભગ 1.70 લાખ રૂપિયા છે.
Bajaj Pulsor NS200- બેસ્ટ લૂક અને દમદાર એન્જિન વાળી Bajaj Pulsor NS200 બાઇકે દેશમાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આનો દબદબો માર્કેટમાં હાલ પણ યથાવત છે. આ બાઇક 199CCના એન્જિન સાથે મળી રહ્યું છે. આ બાઇક લગભગ 40 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપી શકે છે. આ બાઇકની એક્સ શૉરૂમની કિંમત લગભગ 1.50 લાખ રૂપિયા છે.
TVS Apache RR 310- ટીવી એસની આ બાઇક યુવાઓને ખુબ પસંદ આવી રહી છે. આ બાઇકનો સાઉન્ડ આને બેસ્ટ બનાવે છે. આમાં 312CCનુ દમદાર એન્જિન આપવામાં આવ્યુ છે. આ બાઇક લગભગ 33 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપી શકે છે. આની એક્સ-શૉરૂમ પ્રાઇસ લગભગ 2.50 લાખ રૂપિયા છે.
KTM RC 125- કેટીએમની સ્પૉર્ટ્સ બાઇક bs6 ટેકનોલૉજી પર આધારિત છે. ફિચર્સની વાત કરીએ તો આ બાઇકમાં 124CC એન્જિન છે. આ બાઇકની કિંમત પહેલાની અપેક્ષાથી વધી ગઇ છે. બેસ્ટ ડિઝાઇન વાળી આ બાઇકની એક્સ-શૉરૂમ કિંમત લગભગ 1.70 લાખ રૂપિયા છે.