Keeway Vieste 300 review: રૂ. 3.25 લાખમાં આવતા મેક્સી સ્કૂટર Keeway Vieste 300ના ફિચર્સનો રિવ્યું
ભારતીય માર્કેટમાં મેક્સી-સ્કૂટર્સ પ્રકારના સ્કૂટર ઓછા પ્લેયર સાથે એક નવો સેગમેન્ટ છે. જો કે હવે આવા સ્કૂટરમાં પણ વધુ ફિચર્સ જોવામાં આવી રહ્યા છે. હંગેરિયન બ્રાન્ડ, કીવે (Keeway) મેક્સી-સ્કૂટર્સ પ્રકારનું સ્કૂટર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને તે જ માલિક હોવાને કારણે તે બેનેલીને સિસ્ટર બ્રાન્ડ તરીકે પણ ગણવામાં આવે છે. અમે આ સ્કૂટરની સમીક્ષા માટે Keeway Vieste 300 પર સવારી કરી. ચાલો તમને જણાવીએ આ સ્કૂટરના તમામ ફિચર્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVieste 300 એ અગ્રેસીવ લાઈન સાથેનું એક મોટું મેક્સી-સ્કૂટર છે અને ફ્રન્ટ ખાસ કરીને ઊંચી વિન્ડસ્ક્રીન સાથે LED હેડલેમ્પને જે રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે તેના કારણે તે શાર્પ દેખાય છે. મોટા ડિસ્પ્લે સાથે રાઇડિંગ પોઝિશન પણ ઘણી સારી છે જે એનાલોગ/ડિજિટલનું મિશ્રણ છે. કોઈપણ મેક્સી-સ્કૂટરની જેમ તમારે તમારા પગ બંને બાજુ રાખવા પડશે. બીજી સરસ વસ્તુ પોર્શ જેવી કીલેસ ફોબ છે જે ખૂબ પ્રીમિયમ પણ લાગે છે.
સ્કૂટર અમારા ટેસ્ટ યુનિટમાં જોવા મળેલી સારી પેઇન્ટ ગુણવત્તા સાથે ત્રણ મેટ બ્લેક, મેટ બ્લુ અને મેટ વ્હાઇટમાં ઉપલબ્ધ છે. કિંમત મુજબ જ સ્કૂટરમાં સ્વીચગિયર મજબૂતી સાથે એકંદર ગુણવત્તા પણ ઘણી સારી છે. ફિચર્સ મુજબ Vieste 300 ફ્રન્ટ અને રીઅર ડિસ્ક બ્રેક્સ, ટેલિસ્કોપિક શોક એબ્સોર્બર્સ અને ડ્યુઅલ-ચેનલ ABS પ્લસ હીટેડ ગ્રિપ્સ સાથે આવે છે જો કે અમે બ્લૂટૂથ કનેક્ટિવિટી ચૂકી ગયા છીએ.
Vieste 300 સ્કૂટર 278cc લિક્વિડ-કૂલ્ડ ફોર-સ્ટ્રોક એન્જિન ધરાવે છે જે 6500 rpm પર 18.7HP નો મહત્તમ પાવર આઉટપુટ અને 6000 rpm પર 22Nmનો ટોર્ક ઉત્પન્ન કરે છે અને તેનું વજન હોવા છતાં કાર્યક્ષમતા અને ચપળતા જોવા મળે છે. સ્કૂટરમાં અંડર સીટ સ્ટોરેજ લાંબોી છે પરંતુ પૂરતો ઊંડો નથી.
રૂ. 3.25 લાખમાં, Keeway Vieste 300 મોંઘું છે પરંતુ પરફોર્મન્સમાં પેક, મોટી ફ્યૂલ ટાંકી, ઉત્તમ દેખાવ અને કેટલીક આરામદાયક સુવિધાઓ તો છે. પણ તેની સાથે જરૂરી સ્ટોરેજ સ્પેસ પણ નથી. જો કે Keeway Vieste 300 સ્કૂટર એકંદરે એક અનોખી ઓફર છે અને સ્કૂટર તેના લૂક પર જ વેચાશે.