PMV ELECTRIC CAR : કદમાં નાની પણ અનેક ફીચર્સ સાથેની ઇલેક્ટ્રિક કાર ટૂંક સમયમાં જ ભારતમાં લોંચ થશે, જુઓ Photos
સ્ટાર્ટ-અપ કંપની PMV ટૂંક સમયમાં ભારતમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઇલેક્ટ્રિક કારનું નામ EaS-E હશે. કાર સાઈઝમાં નાની હોવા છતાં તેમાં શાનદાર ફીચર્સ છે.
આ ઇલેક્ટ્રિક કાર EaS-E જુલાઈ મહિનામાં લોન્ચ થઈ શકે છે. ગ્રાહકોને આ કારમાં 13 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
સ્માર્ટ માઇક્રો ઇલેક્ટ્રિક કાર EAS-Eને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે દરરોજ મુસાફરી કરી શકે.
આ કાર રૂ.4 લાખથી રૂ.6 લાખ (એક્સ-શોરૂમ)ની રેન્જમાં ઉપલબ્ધ હશે. EAS-E એ 2 સીટર ઇલેક્ટ્રિક કાર છે.
EaS-E કાર ગ્રાહકોને રિમોટ કી કનેક્ટિવિટી, રિમોટ પાર્કિંગ આસિસ્ટ સિસ્ટમ, ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ અને યુએસબી ચાર્જિંગ પોર્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.
અન્ય સુવિધાઓમાં એર કંડિશનર, બેક કેમેરા, સ્ટીયરિંગ માઉન્ટ કંટ્રોલ, OTA અપડેટ્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પાવર વિન્ડોઝ, ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ્ડ મિરર્સનો સમાવેશ થાય છે.