Upcoming Cars in July 2023: જુલાઇમાં આ પાંચ હાઇટેક કારો આવી રહી છે માર્કેટમાં, જુઓ.....
Upcoming Cars in July 2023: માર્કેટમાં અત્યારે દરેક કંપનીની હાઇટેક કારો અવેલેબલ છે, જો તમે એક સારી કાર અને તે પણ તમારા બજેટમાં લેવા ઇચ્છતા હોય તો તમારા માટે અત્યારે ઘણાબધા ઓપ્શન છે. જો તમે ટૂંક સમયમાં વાહન ખરીદવાનું પ્લાનિંગ કરી લીધુ છે, તો આવતા મહિને એટલે કે જુલાઇમાં મારુતિ સુઝુકી, હ્યૂન્ડાઈ, હૉન્ડા, કિયા અને એમજી જેવી કંપનીઓ પોતાના વાહનો લૉન્ચ કરવા જઈ રહી છે. જેને તમે ધ્યાનમાં રાખીને સારી ખરીદી કરી કરી શકો છો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતા મહિને જુલાઈમાં, કિયા પોતાનું સૉનેટનું CNG વર્ઝન રિલીઝ કરી શકે છે અને આની કિંમત 11 લાખથી 14 લાખ રૂપિયાની આસપાસ જોઈ શકાય છે.
જુલાઈમાં બીજી લૉન્ચ થનારી Hyundai તરફથી કાર હશે માઈક્રો એસયુવી. જેનું નામ Hyundai Xtor રાખવામાં આવ્યું છે. આની સીધી ટક્કર ટાટા પંચ સાથે થશે. આ SUVની કિંમત 6 લાખથી 9.85 લાખ રૂપિયાની વચ્ચે જોવા મળી શકે છે.
ત્રીજા નંબર પર અન્ય એક કિયા કાર છે, જેનું લૉન્ચિંગ જુલાઈમાં થઇ શકે છે, આ છે કિયા સેલ્ટૉસ ફેસલિફ્ટ. આ કાર ગ્લૉબલ માર્કેટમાં પહેલાથી જ અવેલેબલ છે. હવે ભારત એન્ટ્રી કરવાની છે. આની કિંમત 11.50 લાખ રૂપિયાથી 19.50 લાખ રૂપિયા સુધીની છે.
આગામી કાર Invicto છે, જે મારુતિ સુઝુકીની પ્રીમિયમ MPV છે, જે જુલાઈમાં લૉન્ચ થવાની છે. આ MPV ઈનોવા હાઈક્રૉસ પર આધારિત છે. આની કિંમત 19 લાખથી 31 લાખ રૂપિયાની વચ્ચે જોવા મળી શકે છે.
પાંચમા નંબરે Hyundai Creta છે. કંપની પોતાની લોકપ્રિય SUVને CNG વર્ઝનમાં લૉન્ચ કરવાની છે, જે જુલાઈમાં જોઈ શકાશે. જેની કિંમત 10.50 લાખથી 18.74 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.