રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
તા.૧૧/૦૫/ર૦ર૪ થી તા.૧૧/૦૬/૨૦૨૪ સુધીમાં દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી job.sectindia.org વેબસાઈટ ઉપર જઈ કરવાની રહેશે, ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂક પ્રકાર, અને મહેનતાણા અંગેની સૂચનાઓ /જાહેરનામું વાંચી જોઈ લેવું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરજીઓ આપેલ વેબસાઈટ ઉપર ઓનલાઇન કરવાની રહેશે, ટપાલ કે પોસ્ટ દ્વારા આવલ અરજીઓ માન્ય રહેશે નહિ. આવેલ તમામ ઓનલાઇન અરજીઓનાં આધારે ટ્રસ્ટ દ્વારા મેરીટ યાદી અને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ પસંદ થયેલ ઉમેદવારોને તાલીમ અર્થે અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે નિયત સ્થળ અને સમયે રૂબરૂ બોલાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળા સંગાથી યોજના કરાર આધારિત ભરતી છે, જેમાં પ્રાથમિક વિભાગમાં રૂપિયા ૨૧૦૦૦ હજાર પૂરા, માધ્યમિક વિભાગમાં રૂપિયા ૨૪૦૦૦ હજાર પૂરા માસિક માનદ વેતન આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત - ગ્રેજ્યુએશન / બી. એડ / પી.ટી.સી, ઉમેદવારની મહત્તમ વયમર્યાદા – 40 વર્ષ, મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ - ઉમેદવારના શિક્ષણ સર્ટિફિકેટ, અનુભવ અને અન્ય ખાસ ટેલેન્ટને આધારે
ઉચ્ચક માનદ વેતન - પ્રાથમિક વિભાગ માટે ફિકસ રુ.૨૧૦૦૦/-, માધ્યમિક વિભાગ માટે ફિક્સ રુ ૨૪૦૦૦/-, કરાર નો સમયગાળો – શાળા સંગાથીનો કરાર 11 મહિનાનો રહેશે (વેકેશન સિવાય), અગિયાર મહિનાનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ્દ થયેલ ગણાશે.