Gujarat High Court Jobs 2024: ગુજરાત હાઇકોર્ટમાં 1300થી વધુ પદ પર ભરતી, આ તારીખ અગાઉ કરો અરજી
Gujarat High Court Jobs 2024: સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હાઈકોર્ટમાં બમ્પર પોસ્ટ પર ભરતી થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત હાઈકોર્ટ ગુજરાતી સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, ડેપ્યુટી સેક્શન ઓફિસર વગેરેની જગ્યાઓ ભરશે. આ ભરતી અભિયાનમાં કુલ 1318 જગ્યાઓ ભરવામાં આવશે.
અરજી કરનાર ઉમેદવાર પાસે કમ્પ્યુટર એપ્લિકેશન અથવા ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો આવશ્યક છે. પાત્રતા સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
સૂચના અનુસાર, અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અરજદારોએ 1500 રૂપિયા ફી ભરવાની રહેશે. રાજ્યના અનામત વર્ગના ઉમેદવારો માટે આ ફી 750 રૂપિયા છે. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ માત્ર 1500 રૂપિયા ફી ભરવાની રહેશે.
આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન નક્કી કરવામાં આવી છે.