Science City PHOTO: 20 લાખ લોકોએ લીધી અમદાવાદના સાયન્સ સીટીની મુલાકાત, તસવીરોમાં જુઓ અંદરનો નજારો
National Science Day 2023: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૬ જૂલાઈ ૨૦૨૧ના રોજ ગુજરાત સાયન્સ સિટી ૨.૦નું ઉદ્ઘાટન કર્યા બાદ બહોળા પ્રમાણમાં સ્ટુડન્ટ્સ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App૧૬ જુલાઇ ૨૦૨૧ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં અંદાજિત ૧૯,૯૮,૬૦૦ મુલાકાતીઓ સાયન્સ સિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. આમ, વિજ્ઞાન વિશ્વમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે ગુજરાતના અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.
સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે.બી.વદરના જણાવ્યા મુજબ, વર્ષ અનુસાર આંકડાઓની વાત કરીયે તો, વર્ષ ૨૦૨૧માં ૪,૪૩,૩૨૯ મુલાકાતીઓ, વર્ષ ૨૦૨૨માં ૧૨,૩૮,૪૮૪ તેમજ ૧ જાન્યુઆરી થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૩,૧૬,૭૮૭ મુલાકાતીઓ આમ કુલ ૧૯,૯૮,૬૦૦ મુલાકાતીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.
વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિન અનુસાર, વર્ષ 2022ના 50 સૌથી શ્રેષ્ઠ સ્થાનોમાં સાયન્સ સિટીએ સ્થાન મેળવ્યુ છે.
ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાયન્સ સિટી અમદાવાદ ખાતે ૨૮ ફેબ્રુઆરી થી ૪ માર્ચ સુધી 'સાયન્સ કાર્નિવલ - ૨૦૨૩'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ કાર્નિવલમાં દરરોજ અંદાજિત ૨૦ હજાર સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકે તેવી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
સાયન્સ સિટી અમદાવાદ ખાતે ૨૮ ફેબ્રુઆરી થી ૪ માર્ચ સુધી દરરોજ સવારે ૧૦ વાગ્યાથી ૮ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો જેમ કે, સાયન્સ મેજિક શો, સાયન્સ શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્કશન્સ, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ 3-ડી રંગોલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ઇનોવેશનના પ્રચાર-પ્રસાર માટે ખૂબ સારા પ્રમાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સાયન્સ સિટીમાં નેશનલ -ઇન્ટરનેશનલ કક્ષાના સાયન્સ પાર્ક બનાવવાની સાથે ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કામ પૂરું થઇ ગયું છે.
એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાયન્સ સીટી ખાતેની એક્વેટિક ગેલેરી અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે, જે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે આ એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે.