Jobs: NHAIમાં મોટી ભરતી, જાણો કેટલા પદો પર બહાર પડી છે ભરતી, ને કઇ રીતે કરી શકાશે અરજી
NHAI Bharti 2022: એનએચએઆઇએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અંતર્ગત સંસ્થાનમાં ઉપ પ્રબંધક સહિત 29 પદો પર ભરતી કરવામાં આવશે. જે માટે ઉમેદવારો જલ્દી અરજી કરી દે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNHAI Jobs 2022: ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે એક ભરતી નૉટિફિકેશન જાહેર કર્યુ છે. જે અનુસાર, એનએચએઆઇ 29 ખાલી જગ્યા પર ભરતી કરશે, આ પદો માટે ઉમેદવાર ઇમેલ દ્વારા અરજી કરી શકે છે.
ખાલી જગ્યાઓ - આ ભરતી અભિયાન કુલ 29 પદો પર ભરતી કરવામાં આવશે, આ અભિયાન અંતર્ગત ઉપાધ્યક્ષ, વરિષ્ઠ પ્રબંધક અને સહાયક પ્રબંધકની જગ્યા ભરવામાં આવશે.
શૈક્ષણિક યોગ્યતા - આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોને ગ્રેજ્યૂએટ/ બીઇ/ બપીટેક/ ડિપ્લોમાં/ એમએસસી/ પીજી/ સીએ/સીએમએ/ સીએફએ/ પીજીડીએમ/ એમબીએ પાસ હોવુ જરૂરી છે.
ઉંમર મર્યાદા - ભરતી માટે અપ્લાય કરનારા ઉમેદવારોની મેક્સિમમ ઉંમર 56 વર્ષ નક્કી કરવામાં આવી છે.
કઇ રીતે થશે પસંદગી - આ પદો પર ઉમેદવારોની પસંદગીની પસંદગી લેખિત પરીક્ષાના આધાર પર કરવામાં આવશે.
આ રીતે કરો એપ્લાય - આ ભરતી અભિયાન માટે ઉમેદવાર 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા માટે તમંને ravinder.nhlml@nhai.org પર અરજીપત્ર મોકલવુ પડશે, જે તેમને nhai.gov.in પર મળી જશે.