In Pics: પરિવાર સાથે પહેલીવાર સ્વર્ણ મંદિર પહોંચી કંગના રનૌત, સુંદરતા જોઇને ચોંકી
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત કોરોના વાયરસ સંક્રમણથી ઠીક થયા બાદ આજે સવારે અમૃતસરના હરમંદિર સાહિબ ગૉલ્ડન ટેમ્પલ દર્શન માટે ગઇ. આ દરમિયાન તેની માં, બહેન રંગોલી ચંદેલ અને તેના દીકરો પૃથ્વી પણ સાથે હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંગના રનૌતે હરમંદિર સાહિબમાં દર્શન દરમિયાન તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તે અહીં પારંપરિક સૂટ સલવારમાં પહોંચી હતી.
કંગના રનૌતે આ તસવીરોને શેર કરતા બતાવ્યુ કે, તેના પરિવારમાં તમામ લોકો કેટલીય વાર જઇ ચૂક્યા છે, પરંતુ તે પહેલીવાર અહીં ગઇ છે.
કંગનાએ તસવીરો શેર કરતા લખ્યું- હું આજે શ્રી હરમંદિર સાહિબ ગૉલ્ડન ટેમ્પલ ગઇ. ઉત્તર ભારતમાં જન્મી ઉછળી હોવા છતાં હું અહીં પહેલીવાર આવી છું.
કંગના રનૌતે આગળ લખ્યું- જોકે મારા પરિવારમાં દરેક કોઇ અહીં કેટલીયવાર દર્શન માટે આવી ચૂક્યા છે.
કંગના રનૌતે હરમંદિર સાહિબ ગૉલ્ડન ટેમ્પલની પ્રસંશામાં લખ્યું- અવાક અને હેરાન છું ગૉલ્ડન ટેમ્પલની સુંદરતા અને દૈવિકતા જોઇને.
કંગના રનૌત સ્વર્ણ મંદિરમાં દર્શન દરમિયાન ભત્રીજા પૃથ્વીને ખોળામાં લીધેલી દેખાઇ.