Lip Lock: પાર્ટીમાં એક્ટ્રેસ થઇ બેકાબૂ, બધાની વચ્ચે બૉયફ્રેન્ડને પકડીને કરી લીધી કિસ ને પછી.......... તસવીરો વાયરલ
Ankita Lokhande Lip Lock: ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande) જલદી બૉયફ્રેન્ડ વિકી જૈન (Vicky Jain )ની સાથે લગ્નગ્રંથીથી જોડાઇ શકે છે. આ બધાની વચ્ચે અંકિતાની વિકીની સાથે લિપલૉક કરતી બૉલ્ડ તસવીર સામે આવી છે. આ તસવીરોમાં તે પોતાના બૉયફ્રેન્ડને ડાન્સ ફ્લૉર પર કિસ કરતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંકિતા લોખંડેએ આ તસવીરો ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરો દિવાલી પાર્ટીની બતાવવામાં આવી રહી છે, જ્યાં તે વિકીની સાથે પહોંચી હતી.
આ તસવીરોમાં અંકિતા લોખંડે લાલ સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે. તેને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે, વળી ગળામાં ચોકર હારની સાથે પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે. વિકી જૈને બ્લેક શર્ટ અને પેન્ટ પહેરેલુ છે.
અંકિતા લોખંડે છેલ્લા કેટલાય સમયથી મુંબઇના બિઝનેસમેન વિકી જૈનને ડેટ કરી રહી હતી. બન્નેની રૉમેન્ટિક તસવીરો અવાર નવાર સામે આવતી રહે છે.
અંકિતા લોખંડે મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવે છે.
રિપોર્ટ્સનુ માનીએ તો અંકિતા લોખંડે અને વિકી જૈન આ વર્ષ ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અંકિતા લોખંડે આજકાલ પવિત્ર રિશ્તા સિઝન 2માં દેખાઇ રહી છે. અંકિતાની સાથે આ સીરિયલમાં શહીર શેખ લીડ રૉલ નિભાવી રહ્યો છે.