કરીના કપૂરથી લઇને અનન્યા પાંડે સુધી, આ અભિનેત્રીઓએ લોકોને કરી કોરોનાની રસી લેવાની અપીલ.....
મુંબઇઃ દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. ખતરાને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં 6 દિવસ માટે લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે, અને મહારાષ્ટ્રમાં કર્ફ્યૂ લાગુ છે. કેન્દ્ર સરકારે પણ કોરોના વેક્સિન 18 કે તેનાથી ઉપરના લોકો માટે શરૂ કરી દીધી છે. સરકારના આ પગલા પર સ્ટાર્સે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ તાજેતરમાં જ માલદીવ રવાના થવા માટે ટ્રૉલ થઇ રહી હતી, પરંતુ તેની અપીલની લોકો પ્રસંશા પણ કરી રહ્યાં છે, કેમકે આ મુશ્કેલ સમયમાં તમામ લોકોએ વેક્સિન લેવી જરૂરી બની ગઇ છે.
લોકોને ફિટ રહેવાની સલાહ આપનારી મલાઇકા અરોડાએ હવે વેક્સિન લેવાની લોકોને સલાહ આપી છે. મલાઇકાએ ઇન્સ્ટા સ્ટૉરીમાં ફેન્સને આ અપીલ કરી છે.
'સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2'થી પોતાની કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ અનન્યા પાંડેએ પણ સરકારના આ પગલાની પ્રસંશા કરી છે.
હુમા કુરેશી પોતાના લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તે ફેન્સને વેક્સિન લગાવવાની અપીલ કરી રહી છે. હુમાએ વેક્સિનની જાણકારી શેર કરી છે.
એક્ટ્રેસ કરીના કપૂર ખાન ઇન્સ્ટા સ્ટૉરી લખી- 'Let's do this' એટલે કોઇપણ જાતનુ મોડુ કર્યા વિના તરત જ વેક્સિન લગાવી દો. કરીનાની અપીલનુ ફેન્સ પર ખુબ અસર થઇ રહી છે.