મહામારીના સમયમાં આ ડ્રિન્કનું કરો સેવન, ઇમ્યુનિટી વધારવાની સાથે થાય છે આ અદભૂત ફાયદા
નારિયેળ પાણી અમૃતથી ઓછું નથી. ગરમી સામે ઠંડક મેળવા માટે પણ એ શ્રેષ્ઠ પીણું છે.તે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે. તેમાં કેલેરી ઓછી હોય છે. તે મિનરલ્સ અને પોટેશિયમથી ભરપૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનારિયેળ પાણીમાં ખૂબ જ ઓછું ફેટ છે. નારિયેળ પાણીમાં 94 ટકા પાણી અને બહુ ઓછું ફેટ હોય છે. તેમાં 9 ગ્રામ કાર્બોહાઇડ્રેટસ હોય છે. 3 ગ્રામ ફાઇબર, 2 ગ્રામ પ્રોટીન, 10 ટકા વિટામિન સી, 15 ટકા મેગ્નિશ્યિમ, 17 ટકા પોટેશિયમ અને 6 ટકા કેલ્શિયમ છે.
નારિયેળ પાણી બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. તેમાં સામેલ ઓક્સીડેટિવ તણાવ ઓછો કરે છે. કિડની સ્ટોનની સમસ્યામાં તે વધુ કારગર સાબિત થાય છે.
હાર્ટ સંબંધિત સમસ્યામાં પણ તે ઉપકારક છે. નારિયેળ પાણી બ્લડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. લિવર ફેટની સમસ્યામાં પણ નારિયેળ પાણી રામબાણ ઇલાજ છે.
ડિહાઇડ્રેશન અને કબજિયાતમાં પણ નારિયેળ પાણીના સેવનની સલાહ આપવામાં આવે છે. રિસર્ચમાં જોવા મળ્યું હતું કે, નારિયેળ પાણીના સેવનથી ટ્રાઇગ્લિસરાઇડસમાં કમી આવી હતી. તે વજન ઉતારવા માટે પણ ઉપકારક છે.
આમ તો દરેક ડ્રિન્ક પીવાનો એક પ્રોપર સમય છે પરંતુ નારિયેળ પાણી રાત્રે દિવસ ગમે ત્યારે પી શકાય છે.જો કે સવારે પીવું વધુ હિતાવહ છે. પ્રેગ્નન્ટ મહિલાને પણ આપવાની સલાહ અપાય છે.