આ રાજ્યમા લોકડાઉનની જાહેરાત થતાં જ દારૂની દુકાનો બહાર લોકો તૂટી પડ્યા, મહિલાઓ પણ લાગી લાઈનમાં, Pics
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લેતા રાજ્યમાં આજે રાત્ર 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ શરાબની દુકાનો બહાર લોકોએ લાઈનો લગાવી હતી.
દિલ્હીના ગોલ માર્કેટ, ખાન માર્કેટ સહિત અનેક જગ્યાએ આવેલી શરાબની દુકાનો આગળ લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને દારૂ ખરીદવા લાઈનો લગાવી હતી.
અમુક જગ્યાએ ભીડને નિયંત્રિત કરવા પોલીસ પણ બોલાવવી પડી હતી.
લોકડાઉનની જાહેરાત બાદ દારૂ ખરીદવા આવેલી એક મહિલાએ કહ્યું, ઈન્જેક્શન ફાયદા નહીં કરેગા, યે આલ્કોહોલ ફાયદા કરેગી... મુઝે દવાઓ સે અસર નહીં હોગા, પેગ સે અસર હોગા’
ગત વર્ષે લોકડાઉનના કારણે દિવસો સુધી દારૂની દુકાન બંધ રહી હતી. જેના કારણે આ વખતે દારૂના શોખીનોએ એડવાન્સમાં સ્ટોક માટે લીકર શોપ બહાર ભીડ લગાવી હતી.
રાજધાનીની મોટાભાગની શરાબની દુકાનો બહાર આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.