ઇલિયાના ડીક્રૂઝે ગ્લેમરસ લૂકમાં ફરી ધડકાવ્યુ ફેન્સનું દિલ, વ્હાઇટ ડ્રેસમાં આપ્યા આવા ગજબના પૉઝ, જુઓ તસવીરો
મુંબઇઃ તાજેતરમાં જ ફિલ્મ બિગ બુમાં પત્રકારની ભૂમિકા નિભાવનારી બ્યૂટીફૂલ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝે એક બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટમાં તેને પોતાની હૉટ અદાઓથી ફરી એકવાર ફેન્સને પોતાના દિવાના બનાવી દીધા છે. તમે પણ જુઓ એક્ટ્રેસનો દિલધડક બિન્દાસ અંદાજ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇલિયાના ડિક્રૂઝની પાસે સારી એક્ટિંગ સ્કિલ્સની સાથે સાથે પરફેક્ટ ફિગર અને ફેશન સેન્સ પણ છે, અને તે સારી રીતે જાણે છે કે તેના પર શું શૂટ કરે છે. ફોટોશૂટ માટે તેને વ્હાઇટ સ્ટ્રિપ્ડ સ્કર્ટની સાથે ક્રૉપ ટૉપ પહેરેલુ છે, અને તેની સાથે વ્હાઇટ શર્ટને કેરી કર્યો છે.
આ ફોટોશૂટમાં ઇલિયાના ડિક્રૂઝે વ્હાઇટ ડ્રેસમાં બહુજ હૉટ અને સેક્સી પૉઝ આપ્યા છે. આ ડ્રેસ તેની સુંદરતામાં જોરદાર વધારો કરી રહી છે.
ઇલિયાના ડિક્રૂઝના આ પૉઝ ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યાં છે, તેની સુદરતાની સાથે ફેન્સ તેની ફિટનેસ પણ ખુબ પસંદ કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર ઇલિયાનાના લાખો ફોલોઅર્સ છે, જે તેની પૉસ્ટનો બેસબ્રીથી ઇન્તજાર કરે છે.
ઉલ્લેખનીય છે કે ઇલિયાનાએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત દેવદાસુ નામની એક તામિલ ફિલ્મથી કરી હતી. આ ઉપરાંત પણ તેને કેટલીય તામિલ, તેલુગુ ફિલ્મો કરી છે. બૉલીવુડમાં તેને ફિલ્મ બરફીથી ડેબ્યૂ કર્યુ, જેમાં તેની સાથે રણવીર કપૂર અને પ્રિયંકા ચોપડા પણ હતી.
આ પછી તેને બૉલીવુડમાં રુસ્તમ, મે તેરા હીરો, રેડ, બાદશાહો, પાગલપંતી જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.