ફ્લાવર પિન્ટેડ ક્રૉપ ટૉપ પહેરેલા પૂજા હેગડેના આ એરપોર્ટ લૂકે ઉડાડી બધાની ઊંઘ, અહીં જુઓ Photos..........
મુંબઇઃ પૂજા હેગડે બૉલીવુડની એવી એક્ટ્રેસ છે, જેને બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. પૂજાએ ઋત્વિક રોશનની ફિલ્મ 'મોહનજોદડો'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ પછી એક્ટ્રેસ 'હાઉસફૂલ 4'માં પણ કામ કરી ચૂકી છે. પૂજા હેગડેનુ ફેન ફોલોઇંગ ખુબ મોટુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજા હેગડે પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. પોતાના હેલ્થને લઇને એક્ટ્રેસ ખુબ સજાગ રહે છે.
આ બધાની વચ્ચે પૂજા હેગડેને એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી છે, એરપોર્ટ પર એક્ટ્રેસનો આ સ્ટાઇલિશ લૂક દરેકના હોશ ઉડાવી રહ્યો છે.
ફ્લૉવર પ્રિન્ટેડ ક્રૉપ ટૉપ અને વ્હાઇટ પેન્ટમાં પૂજા હેગડે કેટલી સુંદર લાગી રહી છે, વળી માથા પર ટૉપનુ મેચિંગની રાઉન્ડ કેપ તેની સુંદરતામાં વધુ ચાર ચાંદ લગાવી રહી છે.
હાથોમાં ઓરેન્જ પર્સ કેરી કરતાં પૂજા હેગડેનો આ એરપોર્ટ લૂક તેના ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. આ કારણ છે કે એક્ટ્રેસનો આ એરપોર્ટ લૂક ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
પૂજા હેગડે જલ્દી સાઉથ એક્ટર પ્રભાસની સાથે તેની અપકમિંગ ફિલ્મ 'રાધે શ્યામ'માં દેખાશે. ફિલ્મ રાધે શ્યામથી પ્રભાસ સાથે તેનુ ફર્સ્ટ લૂક પૉસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.