દુબઇમાં 'Pool Baby' બનીને ફરી રહી છે જેકલિન ફર્નાન્ડિઝ, પાણીમાં મસ્તી કરતી તસવીરોએ મચાવ્યો તહેલકો
મુંબઇઃ બૉલીવુડની શ્રીલંકન બ્યૂટી અને ટેલેન્ટેડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) આજકેલ રામ સેતુના શૂટિંગમાં બિઝી છે, અને હંમેશા પોતાના કૉ સ્ટાર અને નવી બેસ્ટ ફ્રેન્ડ બનેલી નુસરત ભરુચા (Nushrat Bharucha)ની સાથે મસ્તી કરતી દેખાય છે. હવે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોથી એક્ટ્રેસે પડતા પાણીની વચ્ચે સોશ્યલ મીડિયાનુ ટેમ્પરેચર હાઇ કરી દીધુ છે. તેનો આ સિઝલિંગ અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરેખરમાં, જેકલિન ફર્નાન્ડિઝે દુબઇ ટ્રીપ દરમિયાનની તસવીરો જેવી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, એવો તહેલકો મચી ગયો.
ક્યારેય પૂલમાં નહાતા તો ક્યારેક સનગ્લાસની સાથે પૉઝ મારતી જેકલિન ફર્નાન્ડિઝે બધાનુ દિલ જીતી લીધુ.
જેકલિન ફર્નાન્ડિઝે આ દરમિયાન બ્લૂ અને બ્લેક પ્રિન્ટમાં સ્વિમસૂટ પહેરેલો છે, આની સાથે એક્ટ્રેસે જબરદસ્ત રીતે સનગ્લાસ કેરી કર્યા છે.
જેકલિન ફર્નાન્ડિઝે એક તસવીર પોતાના ડાયેટની પણ શેર કરી છે, જેનાથી જાણી શકાય છે કે એક્ટ્રેસ કોઇપણ મૂડમાં હોય પરંતુ હેલ્ધી ડાયેટ ક્યારેય નથી છોડતી.
પૂલમાં નહાતા કમાલની લાગી રહી છે જેકલિન ફર્નાન્ડિઝ, તેને પોતાના કેપ્શનમાં પણ ''Pool Baby'' મેન્શન કર્યુ છે.